હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશાને પણ મળી ગયો નવો પ્રેમ…
ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી કમ મોડેલ નતાસા સ્ટેનકોવિક અલગ થઇ ગયા છે. તેમણે ગયા મહિને જ સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. મોડેલે જણાવ્યું હતું કે કપલે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. કપલનો પુત્ર અગસ્ત્ય નતાશા પાસે છે.
નતાશા હાલમા તેના વતન સર્બિયા પાછી જતી રહી છે. તે હાલમાં કામકાજ છોડીને તેની મમ્મીના ઘરે આરામ ફરમાવી રહી છે. તે રોજ તેના દીકરાને ફરવા લઇ જાય છે અને એને પિતાની ખોટ ના સાલે એનું પૂરું ધ્યાન રાખે છે.
દરમિયાન હવે એવી ચર્ચા જોરશોરથી થઇ રહી છે કે નતાશાના જીવનમાં નવો પ્રેમનું આગમન થયું છે. હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડા વચ્ચે તેને નવો પ્રેમ મળ્યો છે. આ અંગેના સંકેત ખુદ અભિનેત્રીએ જ આપ્યા છે. પોસ્ટમાં તેણે કંઈક એવું લખ્યું છે કે જેનાથી તેના ચાહકો પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. તેમની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાલો આપણે જાણીએ કે સાચી વાત શું છે?
નતાશા જ્યારથી સર્બિયા આવી છે ત્યારથી તે તેના ફેન્સને સતત અપડેટ્સ આપીરહી છે. ક્યારેક ફોટા શેર કરીને તો ક્યારેક ઇન્સ્ટા સ્ટોરીથઈ તે તેના ફેન્સનું મનોરંજન કરી રહી છે. હાલમાં તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તે મુસાફરી કરતી જોવા મળે છે. નતાશઆ કારની સીટ પર બેસીને આકાશમાં નજર માંડી રહી છે. જોકે, તેણે આ તસવીરને જે કેપ્શન આપ્યું છે, તે લોકોને મુંઝવણમાં મૂકવાની સાથે સાથે આકર્ષિત પણ કરી રહ્યું છે. આ પોસ્ટ બાદ લોકોમાં એવી ચર્ચા થવા લાગી છે કે નતાશાના જીવનમાં નવા પ્રેમનું આગમન થઇ ગયું છે.
આ પણ વાંચો: Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.
નતાશા સ્ટેનકોવિકે તેની સેલ્ફી સાથે કેપ્શન લખ્યું, ‘ભગવાન દ્વારા માર્ગદર્શન, પ્રેમથી ઘેરાયેલી, હું હવે કૃતજ્ઞતામાં જીવું છું. હું ખુશી અનુભવું છું. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતા જ ભારે હલચલ મચી ગઇ હતી. લોકો એ જાણવા માટે ઉત્સાહિત છે કે શું નતાશાને ખરેખર નવો પ્રેમ મળ્યો છે? કોણ છે એનો નવો પ્રેમ, એ શું કરે છે…. જોકે, માત્ર અભિનેત્રી જ જાણે છે કે આમાં સાચું શું છે.
નોંધનીય છએ કે નતાશા અને હાર્દિકે 2019માં ડેટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમા ંતેઓ લિવ ઇનમાં રહ્યા હતા. તેમણે 2020માં લગ્ન કરી લીધા હતા. તેમનો એક પુત્ર-અગસ્ત્ય છે. નતાશા અને હાર્દિકે ગયા વર્ષે ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજો સાથે ફરીથી લગ્ન કર્યા હતા.
જોકે, તેમ છતાં તેમનો સંબંધ લાંબો ટકી શક્યો નહીં. તેમના સંબંધમાં તિરાડ પડી હોવાના સમાચાર આવવા લાગ્યા હતા અને ગયા મહિને આખરે કપલે છૂટા થવાની જાહેરાત કરી દીધી હતી.
ગયા મહિને જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્નના ફંક્શનમાં હાર્દિકે એકલા જ હાજરી આપી હતી. તે સમયે તેણે અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોરદાર ડાન્સ કર્યો હતો, બંનેના વીડિયો સાથએ ડાન્સ કરતા હોવાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને એવી અફવા શરૂ થઇ ગઇ હતી કે હાર્દિકને નવો પ્રેમ મળી ગયો છે. જોકે, હવે એ અફવા છે કે હકીકત એ તો તેઓ બંને જ જાણે. આમ પણ સેલિબ્રિટીઓને લાઇમલાઇટમાં રહેવાની આદત હોય છએ અને એને માટે તેઓ ગમે તેવા ગતકડા અને તિકડમ કરતા હોય છે.