ગુજરાતના Chandipura Virusના કેસમાં વધારો, 162 શંકાસ્પદ કેસ, 73 દર્દીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)કેસની સખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે 73 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા છે.
શહેરોમાં ચાંદીપુરાના ક્યા કેટલા કેસ
રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા 16 નોંધાયા છે. આ ઉપરાંત અરવલ્લી 7, મહીસાગર 4, ખેડા 7, મહેસાણા 10, રાજકોટ 7, સુરેન્દ્રનગર 6, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-8, પંચમહાલ 16, જામનગર 8, મોરબી 6, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 4, વડોદરા 9, નર્મદા 2, બનાસકાંઠા 7, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 5, સુરત કોર્પોરશન 2, ભરૂચ 4, અમદાવાદ 2 તેમજ જામનગર કોર્પોરેશન 1, પોરબાંદર અને પાટણમાં 1-1, તેમજ ગીર સોમનાથમાં 1, અમરેલી 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
રાજ્યમાં 60 કેસ હાલ પોઝિટિવ
રાજ્યમાં શંકાશપદ 162 કેસ પૈકી સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 3, ખેડા 4, મહેસાણા 5, રાજકોટ 3, સુરેન્દ્રનગર 3, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 2, પંચમહાલ 7, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 3, વડોદરા 2, બનાસકાંઠા 2 દેવભૂમિ દ્વારકામાં 1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશનમાં 2 રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે. કચ્છ જિલ્લામાંથી 4 કેસ, ભરૂચ, અમદાવાદ, પોરબંદર અને પાટણમાં એક-એક કેસ નોંધાયો છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ 60 કેસ પોઝિટિવ આવ્યા છે.