આપણું ગુજરાતનેશનલ

જીરો અવર્સમાં ગુજરાતની દુર્ઘટનાઓની ચર્ચા કરવાની માંગની અરજીને ન મળ્યું સ્થાન: કોંગ્રેસે લીધો માધ્યમોનો સહારો

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ગુજરાતના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી રહી છે. આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભા અધ્યક્ષ પાસે આજે ગુજરાતમાં માનવસર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગી હતી, જો કે ઝીરો અવર્સમાં તેને વિષય બહારના ગણીને લોકસભા અધ્યક્ષ દ્વારા મંજૂરી નહોતી આપવામાં આથી કોંગ્રેસે તે માંગોને માધ્યમો સાથે શેર કરી હતી.

રાહુલ ગાંધી દ્વારા જે મુદ્દાઓને રજૂ કરવામાં આવી હતી તેને શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાન, રાજકોટમાં બનેલ ગેમિંગ ઝોનની દુર્ઘટના, વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે ભોગ બનેલા પરિવારોને મળ્યો હતો. મેં સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવાનું કહ્યું હતું .

રાહુલજીએ સંસદમાં આપેલ નોટિસની હકીકતો નીચે મુજબ હતી:

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાન, રાજકોટમાં બનેલ ગેમિંગ ઝોનની દુર્ઘટના, વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે ભોગ બનેલા પરિવારોને મળ્યો હતો. મેં સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવાનું કહ્યું હતું.

સંસદમાં આપેલ નોટિસની હકીકતો નીચે મુજબ હતી .

તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં માનવસર્જિત આફતોની વધતી જતી ઘટનાઓ અંગે ધ્યાન દોરું છું.
કેટલીક મુખ્ય દુર્ઘટનાઓ નીચે મુજબ છે –

  • 25 મે, 2024 – TRP ગેમિંગ ઝોન, રાજકોટ (27 મૃત્યુ પામ્યા)
  • 18 જાન્યુઆરી, 2024 – બોટિંગ દુર્ઘટના, વડોદરા (14 મૃત્યુ પામ્યા)
  • ઑક્ટોબર 30, 2022 – મોરબી બ્રિજ ધરાશાયી, મોરબી (135 મૃત્યુ પામ્યા)
  • 24 મે, 2019 – તક્ષશિલા આર્કેડમાં આગ, સુરત (22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા)
    અકલ્પનીય વેદનાસભર કરૂણ ઘટનાઓમાં ભયંકર માનવ હાનિની કિંમત ઓછી આંકી શકાતી નથી.
  • મારી મુલાકાત દરમિયાન, પરિવારોએ મૃતદેહોને ઓળખવાની ભયાનકતાનું વર્ણન કર્યું.
  • માતા-પિતાએ તેમના બાળકો સાથે તેમના છેલ્લા દિવસો યાદ કર્યા અને તેમના દુર્ઘટના પછી બચી ગયેલા લોકો માટે ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
  • કેટલાક કિસ્સાઓમાં, પરિવારોએ તેમના એકમાત્ર કમાનાર વ્યક્તિગુમાવ્યા છે. પરિવારો સંપૂર્ણ આવક વગર અતિ મુશ્કેલીમાં આવેલ છે પરંતુ શાસન તરફથી કોઈ વ્યવસ્થા નથી થઈ.
    શાસનની નિષ્ફળતાઓ
  • આવી ઘટનાઓ શાસનની નિષ્ફળતાના લક્ષણો છે.
  • ગુજરાત સરકાર બેદરકારી, મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરે છે જેના કારમે લોકોના જીવ જોખમમાં મુકાય છે આની નિઃશંકપણે નિંદા કરવી જોઈએ.
  • ભ્રષ્ટાચારના ઊંડા મૂળિયા પ્રસારને દર્શાવે છે.
  • ગેરકાયદે/અનધિકૃત પ્રવૃત્તિઓ કે જે લોકોના જીવન માટે ગંભીર ખતરો ઉભો કરે છે.
  • ભાજપના નેતાઓ, સરકારી અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ ખાનગી વ્યક્તિઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા છૂટ આપે છે અને જેથી આવી દુર્ઘટનાઓ બની રહી છે.
  • આવી સાંઠગાંઠની તપાસ થવી જોઈએ અને તેનો પર્દાફાશ થવો જોઈએ. પડદા પાછળના ગુનેગારોને પકડવા જોઈએ અને સાંઠગાંઠ જાહેરમાં ખુલ્લી પાડવી જોઈએ તેવી સરકારને વિનંતી છે.
    સરકારને અપીલ
  • ઉપરોક્ત સ્થિતિમાં હું સરકારને નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરું છુંજેથી ભવિષ્યમાં આવા પ્રકારની દુર્ઘટનાઓ અટકાવી શકાય.
  • આ ભ્રષ્ટાચારને નાથવા અને સુધારવા માટે પ્રણાલીગત સુધારાની જરૂર છે અને ખૂબ જ કડક પગલાં જરૂરી છે.
  • નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ દ્વારા વિશ્વસનીય તપાસ થવી જોઈએ.
    જવાબદારી
  • હું સરકારને અપીલ કરવા માંગુ છું કે પીડિતોના પરિવારજનોની લાગણી અને માંગણીને ન્યાયપૂર્ણ રીતે સાંભળવી જોઈએ.
  • પીડીત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે જરૂરી છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે