હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મૂળ ગામ શિહોર હાલ વિલેપાર્લા ધનવંતરાય નાનજી ભટ્ટ (ઉં. વ. ૯૪) તા. ૮-૮-૨૪ને ગુરુવારે શિવલોક પામ્યા છે. તે ભાનુમતીના પતિ. સ્વ. કાંતિભાઇ, સ્વ. લીલીબેન જાની, સ્વ. કુંદનબેન પંડ્યા, અનંતરાયના ભાઇ. ગીતાબેન, ઉમેશભાઇ, સ્વ. મહેશભાઇના પિતા. ઉર્મિલાબેન, કૃપાબેનના સસરા. મેહુલ, ધવલ, ભક્તિ, જાનવીના દાદા. ગારિયાધાર નિવાસી સ્વ. માણેકબા મણીશંકર વ્યાસના જમાઇ. પ્રાર્થનાસભા: તા. ૧૨-૮-૨૪ને સોમવારે સાંજે ૪થી ૬. ઠે. અમૃતબાગ હોલ, બજાજ રોડ, વિલપાર્લે (વેસ્ટ) ખાતે રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
મુળ ગામ ફતેહગઢ હાલ થાણા નિવાસી સ્વ. પ્રેમુબેન પ્રભુલાલ નાનજી ઠક્કરના પુત્ર સ્વ. રસિકલાલ (ઉં. વ. ૫૪) તે ગીતાબેનના પતિ. સુમિતના પિતાશ્રી. ઠાકરશીભાઇ, મહાદેવભાઇ, વિનોદભાઇ, રંજનબેન કેશવલાલ, કાંતાબેન નટવરલાલ, હિરાબેન રમણિકલાલ, ધનગ્વરિબેન દેવકુમાર, કંચનબેન નવીનભાઇ, ગીતાબેન હિતેશકુમારના ભાઇ. સ્વ. લવજીભાઇ, ડાયાલાલભાઇ, પ્રેમજીભાઇના ભત્રીજા. તે ગામ કીડીયાનગરના સ્વ. દેવજીભાઇ અરજણભાઇ ચંદેના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૮-૨૪ના શનિવારના ૪થી ૫. ઠે. એન. કે. ટી. બેન્કવેટ હોલ, ખારકર આડી, થાણા (વેસ્ટ)માં રાખેલ છે.
વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ બોરીવલી ટીમ્બાવાળા સ્વ. ગજરાબેન મણીલાલ દોશીના પુત્ર રજનીભાઈ, (ઉં. વ. ૭૫) તે જસુમતીબેનના પતિ. વિક્રમભાઈ, સુધીરભાઈ, સુધાબેન હરેશભાઈ ત્થા કિરણબેન જગદીશભાઈ શાહના ભાઈ, નરોત્તમદાસ ભુદરભાઈ દોશીના જમાઈ. તા. ૮-૮-૨૦૨૪ને ગુરુવારે અરિહંતશરણ થયેલ છે. સાદડી તથા લૌકિક વહેવાર સદંતર બંધ છે.
કપોળ
લાઠીવાળા સ્વ. સંઘવી બાલકૃષ્ણ અમૃતલાલના પુત્ર દિલીપ તા. ૯-૮-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ, જાફરાબાદ વાળા સ્વ. કલ્યાણદાસ પરસોત્તમ ગોરડીયાના જમાઈ. નીષા અને રાજીવના પિતા. રિદ્ધી અને દિપકભાઈ મોદીના સસરા, સ્વ. પ્રાણજીવનભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ અને હરેશભાઈ, સ્વ. વિમુબેન, સ્વ. રમાબેન, સવિતાબેન ત્થા મધુબેનના ભાઈ, પ્રાર્થનાસભા તા.૧૧-૮-૨૦૨૪ના ૫.૦૦ થી ૭.૦૦, શ્રી લોહાણા બાલાશ્રમ બેન્કવેટ હોલ, મથુરાદાસ રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી-વેસ્ટ.
કચ્છ વાગડ લોહાણા
ગામ કટારિયા હાલે ડોંબિવલી સ્વ. ભચીબેન પરસોત્તમ નાથાણીના સુપુત્ર ડાહ્યાલાલ (ઉં.વ. ૭૯) તે દક્ષાબેનના પતિ, મનિષા અને જયેશના પિતા, પરેશ દોશી અને પૂજાના સસરા. સ્વ.પુષ્પાબેન રતિલાલ સોમૈયા, સ્વ. મહેન્દ્રભાઇ પરસોત્તમ નાથાણીના ભાઈ. પિયરપક્ષે સ્વ. સવિતાબેન ખટાઉ રામાણી, પ્રેમીલા ગણેશ રામાણી, પુષ્પાબેન પરસોતમ જેરામણી, ઈલા રસિકલાલ રામાઞી, ભગવાનદાસ, જગદીશ, ચંદ્રકાન્ત, દિપકના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૦-૮-૨૦૨૪ના ૫ થી ૬.૩૦, લોહાણા મહાજન વાડી, આર.આર. ટી.રોડ, મુલુંડ વેસ્ટમાં. લોકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
દાઠા નિવાસી હાલ યોગીનગર બોરીવલી મીનાબેન પંડ્યાના પતિ ધીરજલાલ પંડ્યા (ઉં. વ. ૭૯) તે ૭/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.ગોદાવરીબેન દુર્લભજી પંડ્યાના દીકરા. જાર્વિકના પિતા. સ્વ.ચીમનભાઇ, કાળીદાસ, અરૂણભાઈ, ગં.સ્વ.રસીલાબેન જાની, ગં.સ્વ.ચંદ્રિકાબેન ભટ્ટ, સ્વ.નલિનીબેન બધેકાના ભાઈ. સ્વ.મંજુલાબેન શંકરલાલ પંડ્યાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૦/૮/૨૪ના ૪ થી ૬. બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગી નગર, બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા નિવાસી હાલ બોરીવલી સુરેશભાઈ કાંતિલાલ જ્યંતિલાલ શેઠ (ઉં. વ.૭૩) તે ૮/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાવનાબેન (ભારતીબેન) ના પતિ. મેઘના શાહ, ગૌરવ તથા ભૂમિના પિતા. આદિતિ તથા તેજસ જયસુખભાઇ શાહના સસરા. કુમુદબેન ગુણવંતરાય વાઘાણી, કોકિલાબેન ગુણવંતરાય મહેતા, વિજયભાઈ કાંતિલાલ શેઠના ભાઈ. સાસરાપક્ષે ટીમ્બીવાળા સ્વ. ભાઈચંદભાઈ મેઘજીભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૮/૨૪ રવિવાર ૪.૩૦ થી ૬.૩૦. વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી લોહાણા
ભાવનગરવાળા હાલ કાંદિવલી ગં.સ્વ.ઉર્વશીબેન પોંદા (ઉં. વ. ૭૬) તે સ્વ.ધીમંતભાઈ (રાજુભાઈ) શાંતિલાલ પોંદાના ધર્મપત્ની. સ્વ.ગોવિંદદાસ હરિદાસ મોરઝરીયાના દીકરી. ભાવેશ-દિપાલી તથા તુષાર-મિત્તલના માતુશ્રી. સ્વ.પ્રવીણભાઈ, સુરેશભાઈ, સ્વ.ઉષાબેન કરસનદાસ વિઠલાણી, ગં.સ્વ.અરુણાબેન શરદભાઈ રાયચુરા, નીનાબેનના ભાભી. દિશાર્થ, ટ્વીશા, હેસા તથા મોયાંશના દાદી. તે ૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૦/૮/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ. વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
ચીખલી દશા મોઢ ગોભવા વણિક
ચીખલી નિવાસી હાલ વિલેપાર્લે નિકુંજ ઈશ્ર્વરલાલ શેઠ (ઉં. વ. ૬૮) બુધવાર, તા. ૪-૮-૨૦૨૪ના ગૌલોકવાસી થયેલ છે. તે ચિરાગ તથા ઉષાંગના પિતા, નિલિમાબેનના પતિ. નિતિકા અને શીબાના સસરા, આરવ અને નાઈલના દાદા ત્થા બેલા મહેતાના ભાઈ, પ્રાર્થનાસભા તા. ૧૧-૮-૨૦૨૪ના ૧૦.૩૦ થી ૧૨.૩૦. સ્થળ- અમૃત બાગ હોલ, બજાજ રોડ, વિલે પાર્લે વેસ્ટ.
વિશા સોરઠીયા વણિક
શીલવાળા હાલ મીરારોડ સ્વ. રમયંતી નગીનદાસ શાહના સુપુત્ર હિતેન્દ્ર (ઉં. વ. ૬૬) તે જસ્મીતાના પતિ. હિનલ, ભાર્ગવના પિતાશ્રી. રાધાના સસરા. રામુભાઇ, વીરુભાઇ, શૈલેશભાઇ, ચંદ્રિકા બાબાભાઇ પારેખના ભાઇ. પાદરવાળા સ્વ. જશવંતીબેન બંસીલાલ શંકરલાલના જમાઇ. તા. ૫-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. અ. સૌ. પ્રેમાબેન રતનશી જાદવજી સ્વારના નાના પુત્ર રમેશભાઇ (ઉં. વ. ૬૯) તા. ૭-૮-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. કચ્છ ગામ વરાડીયા હાલ મુલુંડ તે સ્વ. અ. સૌ. જયોતિબેનના પતિ. અ. સૌ. નેહા જીનલ જોશી અને અ. સૌ. કોમલ જય ઠક્કરના પિતાજી. સ્વ. ભચીબેન મુળજીભાઇ ગઢિયા, (ગામ કોટડી મહાદેવપૂરી)ના જમાઇ. અ. સૌ. ઊર્મિલા નરેન્દ્ર ચોથાણીના બનેવી. સ્વ. સાકરબેન, સ્વ. ગોદાવરીબેન, નરેન્દ્રભાઇ, શશીકાંતભાઇના ભાઇ. બન્ને પક્ષોની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૦-૮-૨૪ના સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા મૂળ ગામ જોડિયા નિવાસી હાલ બોરીવલી અ. સૌ. વર્ષાબેન મનુભાઇ ગણાત્રા (ઉં. વ. ૭૮) તે સ્વ. વિજયાબેન દયાળજીભાઇ રાડિયાની સુપુત્રી. તે મનિષા, પરેશ તથા નિનેશના માતુશ્રી. તે લીના, લોપા તથા સ્વ. દીપક મોહન પાડાવેના સાસુ. તે દિલેર, ફિલોની, પ્રિશા, હેઝલ, કાંચી દિલેર ગણાત્રાની દાદી. તે સિધાંત પાડાવેના નાની ગુરુવાર, તા. ૮-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.