હિન્દુ મરણ
શિહોર સં. ઔ. અગિયારશે બ્રાહ્મણ
ગામ કમળેજ હાલ નાલાસોપારા સ્વ. રમેશભાઈ અમૃતલાલ કનાડા (ઉં. વ. ૭૦) તા. ૨૫-૯-૨૩ને સોમવારના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. રમાબેન અમૃતલાલ કનાડાના પુત્ર. તે સ્વ. રમાબેન છત્રભુજ દેસાઈ (દકાના)ના જમાઈ. તે ગં. સ્વ. હંસાબેન કનાડાના પતિ. તે મિત્તલ મનોજ વ્યાસ (વસઈ), દિપ્તીબેન તથા હિમાંશુના પિતા. તે પ્રફુલભાઈ, હિતેશભાઈ, અશ્ર્વિનભાઈ તથા સ્વ. રાજુભાઈના મોટાભાઈ. તે સ્વ. રક્ષાબેન, કળાબેન તથા નિતાબેનના જેઠ. તે બળવંતરાય તથા નંદલાલભાઈ કનાડાના ભત્રીજા. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા ઉત્તરક્રિયા ઘરમેળે રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
ચિંચણ હાલ મુંબઈ રમેશભાઈ તે શાંતાબેન તથા રમણીકલાલ શાહના પુત્ર. તે બીનાબેનના પતિ. આકોલા નિવાસી જડાવબેન નંદલાલભાઈ મહેતાના જમાઈ. તે પ્રવિણભાઈ, અરવિંદભાઈ, કુંજબાળાબેન જમનાદાસ આણંદપરા, હર્ષદભાઈ, પલ્લવીબેન નલીનકાંત ચોવટીયા તથા ભરતભાઈના ભાઈ. તે પ્રીતિબેન હરીશભાઈ માંડવીયા તથા નીતાબેન અશ્ર્વિનભાઈ માંડવીયાના પિતા. તે પ્રતીક, ધીર, શરણ તથા આકાશના નાનાજી મંગળવાર, તા. ૨૬-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા નિવાસી હાલ દહિસર ભાસ્કરભાઈ હર્ષદરાય દોશી (ઉં.વ. ૭૮) તે ૨૨/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કવિતાબેનના પતિ. મેહુલ, રૂચિતા તથા જલ્પાના પિતા. અ.સૌ. જ્યોતિ, દિપક સરવૈયા અને નિકુંજ કામદારના સસરા. સ્વ. સુભાષભાઈ, સ્વ. પંકજભાઈ, પ્રદિપભાઇ તથા ગં. સ્વ. કોકિલાબેન અશોકભાઈ દેસાઈ, દક્ષા દિલીપભાઈ ધ્રુવ, હર્ષિદા શરદભાઈ પેડણેકર, અમિતા ભરતભાઈ શાહના ભાઈ. સાસરાપક્ષે પૂના નિવાસી સ્વ. અમૃતલાલ રઘુનાથ શાહ (પારેખ)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
કરાચી વાળા હાલ પાર્લે ઈસ્ટ મુંબઈ સ્થિત સ્વ. રંભાબેન ગોરધનદાસ કટારીયાના પુત્રવધૂ, ડૉ. જશવંતરાય (ઠક્કર)ના ધર્મપત્ની અ.સૌ. ડૉ. હંસાબેન (ઉં.વ. ૭૧) તા. ૨૨/૯/૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે આનંદના માતુશ્રી. વિરેન તથા સ્વ. અલ્પાના કાકી. તેજલ તથા રાજેશના કાકીજી. સ્વ. વાલજી મેઘજી આશર માછરડાવાળાની પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ મહુવા હાલ મુંબઈ ઈશ્ર્વરલાલ બાલુભાઈ પરમાર (ઉં.વ. ૯૨) તે તા. ૨૪-૯-૨૩ના રવિવારે અક્ષરવાસી પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. સ્વ. માવજીભાઈ, શારદાબેન નવીનચંદ્ર સિધ્ધપુરા, સ્વ. ઉર્મિલાબેનના ભાઈ. પંકજ, મનોજ, ચેતન, નીરૂબેન જયંતીભાઈ જીલ્કા, પ્રિતીબેન વિપીનભાઈ ચૌહાણના પિતા. રિટા, પુનિતા, રક્ષાના સસરા. સ્વ. કાન્તીભાઈ વિઠલભાઈ મકવાણા (પાલીતાણા)ના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯-૯-૨૩ના સાંજે ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર વેલફેર સેન્ટર, અંબાજી મંદિર (પૂર્વ) નજીક, દંતપાડા રોડ, બોરીવલી (પૂર્વ).
ઘોઘારી મોઢ વણિક
કીર્તીકુમાર ગાંધી (ઉં.વ. ૮૪), મૂળ સાવરકુંડલા, હાલ મુંબઈ, સ્વ. કંચનબેન અને શાંતિલાલ ગાંધીના સુપુત્ર. સ્વ. નિરંજનાબેનના પતિ. સંદીપના પિતા. શૈલાબેનના સસરા. સ્વ. ગોવર્ધનભાઈ વોરાના જમાઈ. સ્વ. સુશીલાબેન, દમયંતીબેન, સ્વ. હરેન્દ્રભાઈ, સ્વ. હિમ્મતભાઈ, સ્વ. બિંદુભાઇ, જ્યોત્સ્નાબેન, સ્વ. ભારતીબેનના ભાઈ સોમવાર, તા. ૨૫-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૯-૨૩ના રોજ સાંજે ૫.૦૦ થી ૬.૩૦. જલારામ હોલ, રોડ ૬, જુહુ જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લે (વેસ્ટ).
ઘોઘારી મોઢ વણિક
બોટાદ નિવાસી મહેન્દ્રભાઈ, હાલ ઘાટકોપર (ઉં.વ. ૭૬), તે અ.નિ ભાવનાબેનના પતિ. અ. નિ. જસવંતીબેન શાંતિલાલ વડોદરીયાના પુત્ર. અ. નિ. સુશીલાબેન પન્નાલાલ દાણીના જમાઈ. મનીષા, ધર્મેશના પિતા. અ. નિ. ભાવેશભાઈ પરીખ, હેમાલીના સસરા. અ. નિ. જગદીશભાઈ, અ. નિ. અરવિંદભાઈ, અ. નિ. અજીતભાઈ, દિલીપભાઈના ભાઈ ૨૫-૯-૨૩, સોમવારના અક્ષરનિવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ માંડવી હાલે મુલુંડ યોગેશ કારાતેલા, તે મધુરીબેન શંકરલાલ કારાતેલાના જ્યેષ્ઠ પુત્ર. નીતાબેનના પતિ. ઝીલ અને પ્રણવના પિતાશ્રી. તરૂણ શંકરલાલ કારાતેલા, ભાવનાબેન હરેશ રાજાવાઢા, નયનાબેન ડાહયાલાલ લીયાના ભાઈ. મંજુલાબેન મણીલાલ નિર્મળ (બાયઠ)ના જમાઈ તા. ૨૬/૯/૨૩ના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થના તા. ૨૯/૯/૨૩, શુક્રવારના ૪ થી ૫, પાંજી વાડી, કાંજુરમાર્ગ. દશાવપ્રથા બંધ છે.
સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ
લીખી, હાલ અંધેરી સ્વ. મણીલાલ પુરુષોતમ વ્યાસના પુત્ર હિંમતલાલ (ઉં.વ.૮૪) તે ૨૪.૯.૨૩ રવિવારના અવસાન પામેલ છે. તે સ્વ. લતાબેનના પતિ. તે શૈલેષ અને દિપ્તીબેનના પિતા. જ્યોતિ અને સંજય ત્રિવેદીના સસરા. તે ડો. સમૃદ્ધિ તથા આર્યાના દાદા. તે ડો. નિતીન તથા ડો. આશુતોષના દાદા સસરા. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ડુંગરવાળા, હાલ મુંબઈ સ્વ. વૃજલાલ રામજી પારેખના સુપુત્ર દીપક (ઉં.વ.૬૦) તે ૨૬.૯.૨૩ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે કિરણના પતિ. મીતના પિતા. તે કિશોરભાઈ, સ્વ. જ્યોતિ નલીન મોદી તથા શૈલેષભાઈના ભાઈ. તથા ભેરાઈવાળા ગં.સ્વ. જ્યોતિબેન માધવદાસ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર ૨૯.૯.૨૩ના ૫ થી ૭. ઠે. લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ.વી.રોડ, કાંદિવલી (વે). સર્વે લૌકિક પ્રથા બંધ છે.
લોહાણા
મૂળગામ ચભાડિયા, હાલ કલ્યાણ લલીતભાઈ જગજીવનદાસ તન્ના (ઉં.વ.૭૫) બુધવાર ૨૭.૯.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. તે જીજ્ઞેશ, રાજેશ, નીતાના પિતા. તે જ્યોતિબેન, પ્રિયાબેન, વિરાજકુમારના સસરા. તે હેતવી, ઉર્વી, હેતાંશના દાદા. તે સ્વ. માધવજી તુલસીદાસ ગણાત્રાના જમાઈ. બન્ને પક્ષની લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ મસ્કા, હાલે મુલુંડ સ્વ. ચંપાબેન કાનજીભાઈ મસ્કાઈના સુપુત્ર રમેશભાઈ (ઉં.વ.૮૪) તે મંગળવાર ૨૬.૯.૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. તે સ્વ. સાકરબેન કરસનદાસ સચદેના જમાઈ. તે મુકુલ, શૈલેષ, અતુલ અને સોનલના પિતા. તે વંદના, બીના, સેજલ અને ચેતનભાઈ સચદેના સસરા. તે સ્વ. અરૂણાબેન ઉમાકાંતભાઈ નેગાંધી અને ભરતભાઈ (નયનાબેન) મસ્કાઈના ભાઈ. પ્રાર્થનાસભા: શુક્રવાર ૨૯.૯.૨૩ના ૪.૩૦ થી ૬. ઠે. ક્રાઉન બેન્કવેટ, ૭મે માળે, વિકાસ સેન્ટર, એન.એસ.રોડ જંકશન, મુલુંડ (વે).
ગોહિલવાડ ગુરુ બ્રાહ્મણ
ગામ ભાવનગર, હાલ વાલપખાડીના સ્વ. ગોર મહારાજ કેશવભાઈ વરતીયા (ઉં.વ.૬૫) શુક્રવાર ૧૫.૯.૨૩ના અવસાન થયેલ છે. તે ગં. સ્વ. મીનાબેન કેશવભાઈ વરતીયાના પતિ. તે રિતેષ, રાજેશ અને ભાવનાબેનના પિતા. તે ઉષાબેન, શાલિનીબેન, વિજય પ્રેમજી જામળીયાના સસરા. તે સ્વ. દેવજી અને સ્વ. દેવુબેનના પુત્ર. તે ગં. સ્વ. ગંગાબેન, સ્વ. શાંતાબેન, લીલાબેનના ભાઈ. તેમનું બારમું શુક્રવાર ૨૯.૯.૨૩ના ઠે. શ્રી. લક્ષ્મીનારાયણ મંદિર, વાલપખાડી, માવજી રાઠોડ રોડ, મુંબઈ-૯.
કાયસ્થ
જામનગર, હાલ મુંબઈ ગં.સ્વ. મધુબેન કેશવલાલ મહેતા મંગળવાર ૨૬.૯.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કુંજલતા પ્રભાકર મહેતાના માતા. તે પ્રભાકર મોહનલાલના સાસુ. કેતન પ્રભાકરના નાની. મિતા વિહાંગ કોટડિયાના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી રાજગોર
કચ્છગામ, હાલ બેલાપુર ગં.સ્વ. મોંઘીબાઈ હીરજી કાનજી નાકર (ઉં.વ.૧૦૧) તે સ્વ. ધનબાઈ, સ્વ. નાનાલાલ, અ.સૌ. મણીબેન નરોતમ, નવલબેન, દમયંતીબેન તથા દક્ષાબેનના માતુશ્રી. તે ગામ વારાપધરના દેવજી નારાયણજી પેથાણીની સુપુત્રી. તે સ્વ. મુલજી કાનજી તથા કેશવજી કાનજીના ભાભી. તે રાજેશ, દર્શના, શીલા, હેતલ, હિતેશ, રોહિત તથા વિનયના દાદી. તે ૨૫.૯.૨૩ના બેલાપુર મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક પ્રથા બંધ છે.
નવગામ વિસા દિશાવાળ
બાલિસણા (હાલ કાંદિવલી) વિજય જયંતીલાલ શાહ (ઉં.વ. ૭૧) તા. ૨૪-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ હર્ષાબહેનના પતિ. હાર્દિકના પિતા. ક્ધિનરીના સસરા. આશી વિવાનના દાદા. સ્વ. યોગેશભાઈ તથા સરોજબહેન, નયનાબહેનના ભાઈની પ્રાર્થનાસભા રાખેલ છે. પિયરપક્ષ સુંદરલાલ વિઠ્ઠલદાસ શાહ (લાંઘણજ) તરફથી બેસણું સાથે રાખેલ છે. સમય: ૫થી ૭ તા. ૨૯-૯-૨૩, શુક્રવાર સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, પારેખ ગલી પાસે, વિઝન એક્સપ્રેસની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).