મરણ નોંધ

પારસી મરણ

ખુરશેદ નાનાભાઈ સરકાવાલા તે રોશનના પતિ. તે જેનિફર અને જેહાનના પિતા. તે મરહુમ નાનાભાઈ અને મરહુમ હફરિઝના પુત્ર. તે મરહુમ હોશંગ અને મરહુમ નજામાઈના જમાઈ. તે ફિરોઝ, કાશ્મીરા નવરોઝ દાપોતવાલા, જાન્ગુ અને મરહુમ અર્નવાઝ જેમી ખાનના ભાઈ. તે જેમી ખાન અને નવરોઝ દાપોતવાલાના બ્રધર ઈન લૉ. તે વાભિઝ, જહાનબક્ષ અને નયનાઝના મામાજી. (ઉં. વ. ૫૭). રે. ઠે.: લુહાર ટેકરા, જળદેવી મંદિરની સામે, નાના પારસીવાડ, વલસાડ-ગુજરાત.
ફરામરોઝ જમશેદ ભમગરા તે જીનીવીવ ફરામરોઝ ભમગરાના ખાવિંદ. તે પરવીન તથા મરહુમ જમશેદ ભમગરાના દીકરા. તે મરહુમો નરીમન, રૂસ્તમના નેવ્યુ. તે મરહુમો જર, ફ્રેની તથા તેહમીના નેવ્યુ. તે સાયરસના કસીન. તે નોશીર, રૂસ્તમ તથા પરવેઝના ભત્રીજા. (ઉં. વ. ૫૦). રે. ઠે.: એ-૨૦૩, ત્રિમૂર્તિ અપાર્ટમેન્ટસ, એમ.ટી.એન.એલ. રોડ, શીતલ નગર, મીરા રોડ, થાને-૪૦૧૧૦૭. ઉઠમણાંની ક્રિયા: ૨૮-૯-૨૩એ બપોરના ૩.૪૫ વાગે સાલસેટ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઈ)
જાલ માનેકશાહ એલાવીયા તે મરહુમો સારવર તથા માનેકશાહ એલાવીયાના દીકરા. તે હુતોક્ષી યઝદી કેપટનના મામાજી. (ઉં. વ. ૮૪) રે. ઠે.: હેંગિંગ ગારડન, આંબાવાડી ચાલ એ-૧, મુંબઈ-૪૦૦ ૦૦૮.
મીકી તેહમુરસ્પ બુહારીવાલા તે મરહુમો નરગીશ તથા તેહમુરસ્પ બુહારીવાલાના દીકરા. તે વાહબીઝ, હોરમઝદ તથા શાહરૂખના બાવાજી. તે રોક્ષાના બુહારીવાલાના ખાવિંદ. તે ગુલશન, ઝરીન તથા શેરનાઝના ભાઈ. તે પાશાન તથા આયાનના મમાવાજી. તે સરોશ તથા સાયરસના બનેવી. (ઉં. વ. ૫૯) રે. ઠે.: પી-૩૯, ખુશરૂ બૉગ, શહીદ ભગતસિંગ રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૯-૨૩ના બપોરે ૩.૪૦ કલાકે, કરાની અગિયારી, કોલાબામાં થશેજી.
બેજી દોરાબ માંજરા તે મરહુમ ગુલચેર બેજી માંજરાના ખાવિંદ. તે મરહુમ પરવીઝ બ. માંજરાના બાવાજી. તે મરહુમો તેહમીના તથા દોરાબજી માંજરાના દીકરા. તે મરહુમો પેરીન તથા રૂસ્તમ માંજરાના જમાઈ. તે પીલુ ઈ. આગા, સીલુ ડ. મહેતા તથા વીરાફ ડી. માંજરાના ભાઈ. તે દારા મહેતા, દૌલત માંજરા, મહારૂખ પાલખીવાલા, દીનશૉ પાલખીવાલા તથા મરહુમ એરચ આગાના મધર-ઈન-લૉ. (ઉં. વ. ૭૭) રે. ઠે.: ૭૨૩, નવરોઝ, ફલેટ નં. ૨-બી, ગ્રાઉન્ડ ફલોર, ડૉ. દીનશૉ માસ્તર રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ-૪૦૦ ૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૯-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી દાદરમાં થશેજી.
ફલી કૈખશરૂ કાંગા તે મરહુમ ફ્રેની ફલી કાંગાના ખાવિંદ. તે મેહેર કાંગા તથા ખુરશીદ કાંગાના બાવાજી. તે મરહુમો માણેકબાઈ તથા કૈખશરૂ કાંગાના દીકરા. તે નરગીશ દાદી કલયાનીવાલા તથા મરહુમ ફીરોઝ ક. કાંગાના ભાઈ. તે મરહુમો નરીમન, રોશન, અરદેશીર તથા ખોરશેદ ભરૂચાના બ્રધર-ઈન-લૉ. તે મરહુમો દીનબઈ તથા માણકશૉ ભરૂચાના જમાઈ. (ઉં. વ. ૯૪) રે. ઠે.: ૫૯૮-બી, એ. એચ. વાડ્યા બિલ્ડિંગ, ૧લે માળે, ગીરગાંવ રોડ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૯-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, વાડયાજી આતશબેહરામ, પ્રીન્સેસ સ્ટ્રીટમાં થશેજી.
રોશન દિનશૉ પેશીકાકા, તે દિનશૉ પેશીકાકાના પત્ની. તે નાસરવાનજી અને ફ્રેનીના પુત્રી. તે ફિરોઝી અને નોઝરના માતા. (ઉં.વ. ૯૫) રે.ઠે. જેર મેન્શન, ૧૮, મરાઠા મંદિર રોડ, મુંબઈ-૪૦૦૦૦૮.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button