Abhishek Bachchan Paris Olympicમાં જોવા મળ્યો એકલો, યુઝર્સે પૂછ્યું કે…
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે અને બંનેના ડિવોર્સની વાતો ચાલી રહી છે. જોકે, આ મામલે એશ-અભિ કે બચ્ચન પરિવારમાંથી ભલે કોઈ કંઈ બોલી નથી રહ્યું. આ બધા વચ્ચે અભિષેક બચ્ચન પેરિસ ઓલમ્પિક-2024માં એકલો જોવા મળ્યો હતો. અભિષેકના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. યુઝર્સ પણ અભિષેકને એકલો જોઈને જાત જાતના સવાલો પૂછી રહ્યા છે.
અભિષેક બચ્ચન હાલમાં પેરિસ ઓલમ્પિક-2024નો લુત્ફ ઉઠાવતો જોવા મળ્યો હતો અને એના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટમાં અભિષેક લાઈટ બ્લ્યુ રંગની જિન્સ અને સફેદ ટી-શર્ટની સાથે ઓરેન્જ કલરનું શર્ટ પહેર્યું હતું. આ કેઝ્યુઅલ સ્ટાઈલિશ લૂકની સાથે અભિષેકે સિગ્નેચર યેલો-રિમવાળા ચશ્મા પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.
આ પણ વાંચો : Divorceની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchanએ કહ્યું હું ખાલી ઐશ્વર્યા રાય છું…
વાઈરલ થઈ રહેલાં ફોટોમાં અભિષેક હસતો, થમ્બ્સ અપ કરતો અને તાળીઓ વગાડતો જોવા મળી રહ્યો છે. અભિષેકે ઓલમ્પિક ગેમ્સનો પૂરેપૂરો આનંદ ઉઠાવ્યો હતો, પરંતુ યુઝર્સને ઐશ્વર્યા રાય-બચ્ચન અને દીકરી આરાધ્યાની કમી ખલી ગઈ હતી.
ઐશ્વર્યા અને અભિષેક અવારનવાર દીકરી આરાધ્યા સાથે પબ્લિક ઈવેન્ટમાં જોવા મળે છે, પણ પેરિસ ઓલમ્પિકમાં અભિષેકને એકલો જોઈને જ ફેન્સ બંનેના સંબંધો વિશે જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. અભિ, એશ અને આરાધ્યા સાથે ના જોવા મળતાં ફેન્સ નારાજ થઈ ગયા હતા.
દરમિયાન અભિષેક બચ્ચને પેરિસ ઓલમ્પિકમાં તિરંગો લહેરાવતો પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે રિપ્રેઝેન્ટ…અભિષેકની આ પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે ઐશ્વર્યા ક્યાં છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે મને આશા છે કે તમારી અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર છે… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ભાઈ ડિવોર્સની ન્યુઝ સાચી છે કે રૂમર્સ છે, પ્લીઝ થોડી ક્લિયારિટી આપી દો…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને પેપ્ઝને મા-દીકરીએ પોઝ પણ આપ્યા હતા.