વાયનાડમાં ખતરો ટળ્યો નથીઃ સ્થાનિકોને હજુ ધડાકાના અવાજો સંભાળતા જીવ પડિકે બંધાયેલા…

વાયનાડ: કેરળના વાયનાડ જીલ્લામાં થયેલા ભયંકર લેન્ડ સ્લાઈડ(Waynad Landslide)માં 400થી વધુ લોકોના મોતની આશંકા છે. એવામાં વયનાડમાં હજુ પણ લેન્ડ સ્લાઈડ થાય એવો લોકોમાં ડર છે, વાયનાડ જિલ્લાના કેટલાક ગામોના રહેવાસીઓને આજે વહેલી સવારે મોટા ધડાકાના અવાજો સંભળાયા હોવાનું અને ધરતી ધ્રુજતી હોવાનું અનુભવાયું હતું.
જોકે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ શુક્રવારે વાયનાડમાં કોઈપણ ધરતીકંપ અંગે ઇનકાર કર્યો હતો.
વયનાડ જીલ્લાની પોઝુથાના પંચાયતના રહેવાસી એ જણાવ્યું હતું કે અવાજ સાંભળીને કેટલાક રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. અમે સવારે 10 અને 10:15 ની વચ્ચે ધરતીની નીચેથી મોટા અવાજો સાંભળ્યા. કેટલાક લોકોને લાગ્યું કે જાણે જમીન હલી રહી છે, આખી ઘટના થોડીક સેકન્ડો જ ચાલી. અમને લાગ્યું કે આ અવાજો ફક્ત અમારા વિસ્તારમાં જ સંભળાય છે, પરંતુ અમને જાણવા મળ્યું કે વાયનાડમાં ઘણી જગ્યાએ લોકોએ આવો અનુભવ કર્યો હતો.
એક સ્થાનિકે જણાવ્યું કે સુગંધગિરી જેવા અમારી પંચાયતના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનની સંભાવના હોવાથી, અમે ત્યાં રહેતા લોકો વિશે ચિંતિત છીએ.
વાયનાડમાં નેન્મેની, અંબાલવાયલ અને વ્યથિરી જેવી પંચાયતોમાંથી પણ વીજળીના કડાકા જેવા અવાજો અને ધરતી ધ્રુજવાના અહેવાલો મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્તારોની કેટલીક પ્રાથમિક શાળાઓને શુક્રવારે વર્ગો સ્થગિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, “હા, સ્થાનિક લોકો અને જિલ્લા વહીવટીતંત્રે અમને આ વિચિત્ર ઘટના વિશે જાણ કરી હતી. અમારી પાસે જિલ્લામાં આંચકાને ઓળખવા માટે કોઈ મિકેનિઝમ નથી, પરંતુ અમે લોકોના નિવેદન લઈ રહ્યા છીએ અને અમે તપાસ કરીશું કે શું થયું, શું કારણ હોઈ શકે છે.”
NCSના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આજે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે વાયનાડની આસપાસના વિસ્તારમાં કોઈ ભૂકંપની ગતિવિધિ નોંધાઈ નથી.”
જિલ્લા કલેક્ટર ડી.આર. મેઘાશ્રીને ટાંકીને મુખ્ય પ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં રહસ્યમય અવાજો સંભળાતા હતા ટે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
Also Read –