અમદાવાદઆપણું ગુજરાત

તમતમારે રમો….જન્માષ્ટમી દરમિયાન ગુજરાત પોલીસ ઘરે દરોડા નહીં પાડે!

અમદાવાદ: જન્માષ્ટમી નજીક આવી રહી છે, એ પહેલા ગુજરાતમાં પત્તાની રમત રમવાના ચલણમાં (Janmasthami Jugar) વધારો થયો છે. જન્માષ્ટમી દમિયાન પરિવારજનો અને મિત્રો ભેગા મળીને આનંદ પ્રમોદ માટે પત્તા રમતા હોય છે, એવામાં લોકોને ડર હોય છે પોલીસ(Gujarat police)નો દરોડો પડી શકે છે, અને તેઓ મુશ્કેલમાં ફસાઈ શકે છે. એવામાં માત્ર આનંદ માટે પત્તા રમતા લોકો માટે સારા સમાચાર છે. એક અહેવાલ મુજબ પોલીસ પરિવારજનો અને મિત્રો વચ્ચે નાની રકમ સાથે રમાતા જુગાર પર દરોડો નહીં પાડે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના નિવેદનને ટાંકીને એક અખબારે આ અંગે અહેવાલ આપ્યો છે. અખબારી અહેવાલ મુજબ પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે “અમે ભૂતકાળમાં એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં કેટલાક પોલીસકર્મીઓએ જુગાર પ્રતિબંધ કાયદા હેઠળ લોકો સામે ગુનો દાખલ કરવાની ધમકી આપીને પરિવારો પાસેથી પૈસા પડાવ્યા હોય. પરંતુ હવે અમે નક્કી કર્યું છે કે જ્યાં જુગારનો અડ્ડો હોય અને સાતમ આઠમ દરમિયાન પૈસા કમાવવા માટે વ્યવસાયિક ધોરણે જુગારધામ ચાલતું હોય, તો જ ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવશે.”

ભૂતકાળમાં, કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓએ ફ્લેટ અને બંગલાઓને નિશાન બનાવ્યાના કિસ્સાઓ જાણવા મળ્યા હતા, જ્યાં પરિવારો નાની રકમ સાથે આનંદ માટે પત્તા રમતા હતા. આ પરિવારોએ બદનામી ડરના કારણે પોલીસને મોટી રકમ ચૂકવી હતી.

જન્માષ્ટમી દરમિયાન જુગાર રમવો એ એક પરંપરા છે, તહેવારના ઘણા દિવસો પહેલા પત્તા રમવાનું શરૂ થાય છે. આ સમય દરમિયાન, પોલીસ સામાન્ય રીતે જુગારની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવાનો પ્રયાસ કરે છે. જો કે, કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ માને છે કે સાતમ-આઠમ અથવા જન્માષ્ટમી દરમિયાન નાની રકમ સાથે પત્તા રમતા પરિવારોને પરેશાન કરવા ન જોઈએ.

અહેવાલ મુજબ અધિકારીએ કહ્યું કે આ અભિગમ જુગારના દરોડાની આડમાં અમુક પોલીસ દ્વારા ગેરકાયદે વસૂલીને રોકવામાં પણ મદદ કરશે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે જો લોકો હોબાળો મચાવતા, અવાજ કરતા અથવા પડોશીઓ અથવા વિસ્તારના લોકોને હેરાન કરતા હોવાની પોલીસ કંટ્રોલ રૂમ (PCR) ને ફરિયાદ અથવા કૉલ મળશે, તો તેઓ સામે જરૂરી પગલાં લઇ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જોકે જનમાષ્ટમી જેવા ધાર્મિક તહેવારોના દિવસે ભક્તિભાવ અથવા સાંસ્કૃતિક અને સામાજિક મેળાવડા થાય અને પરંપરાગત રીતે આપણે તેને ઉજવીએ તે જરૂરી છે. આ સાથે મજા માટે ઘરના સાથે મળી પત્તા રમે અલગ વાત છે, પરંતુ જુગાર રમવો ગુનો પણ છે અને સામાજિક દુષણ પણ. આથી લોકોએ તહેવારોની મજા માણવા સમયે ભાન ન ભૂલવું જોઈએ અને નિયમો-કાયદાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે