પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

મેદાન પર કટ્ટર હરીફો, જીવનમાં જીગરી મિત્રો; નીરજ-અરશદની મિત્રતાએ લોકોના દીલ જીત્યાં

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના બંને રાષ્ટ્રોના લાખો લોકો ગત મોડી રાત સુધી જાગી રહ્યા હતા અને ટીવી, લેપટોપ કે મોબાઈલની સ્ક્રિન પર નજર રાખીને બેઠા હતા. કેમકે બંને દેશના ખેલાડીઓ પેરીસ ઓલમ્પિક(Paris Olympic)માં જેવલીન થ્રોની મેડલ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા હતા. પાકિસ્તાનનો અરશદ નદીમ (Arshad Nadim) અને ભારતનો નીરજ ચોપરા (Neeraj Chopra) ગોલ્ડ મેડલ જીતવાના મજબૂત દાવેદાર હતા, સરહદની બંને બાજુ લાખો હૃદયો ઝડપથી ધડકી રહ્યા હતા. અરશદે ઐતિહાસિક થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જયારે નીરજે ઈજાગ્રસ્ત હોવા છતાં પણ સિલ્વર મેળવ્યો હતો.

અંતિમ પ્રયાસમાં અર્શદે 91-મીટર થ્રો કર્યા બાદ બંને ખેલાડીઓ ગળે મળ્યા હતા અને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. તેઓ એવા દેશોના વતની છે જેમની વચ્ચે હંમેશા રાજકીય અને અન્ય બાબતે તણાવ રહે છે, પરંતુ બંને ખેલાડીઓ રમતના માંધ્યમથી પરસ્પર આદરના સાથે જોડાયેલા છે. બંને ખેલાડીઓ વચ્ચેની મિત્રતા જાણીતી છે. બંને કારકિર્દી એકબીજા સાથે સમાંતર ચાલી રહી છે.

નીરજ અને અરશદની મિત્રતા એ સીમા પારના કરોડો દિલોને નજીક લાવ્યા છે. સ્પર્ધાત્મક રમત વિશેની એવી માન્યતા છે કે તેમાં કટ્ટર હરીફોએ એકબીજાને ધિક્કારે છે, અને એવું ના હોય તો એવું કરતા શીખવું જોઈએ. નીરજ અને અરશદે આ માન્યતા ખોટી પડી છે.

અરશદ માટે આ સફર સરળ રહી નથી. ઓલમ્પિક ઇવેન્ટના માત્ર પાંચ મહિના પહેલા, અરશદ નવું જેવલીન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. અરશદે કહ્યું હતું કે મેં 2015 માં શરૂઆત કરી, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો, ત્યારે મને આ જેવલીન મળ્યો હતો… ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાના લક્ષ્યાંક ધરાવતા આંતરરાષ્ટ્રીય એથ્લીટ માટે, યોગ્ય સાધનો અને તાલીમ સુવિધાઓની જરૂર છે.

અરશદે ખુલાસો કર્યો કે તે લગભગ સાત-આઠ વર્ષથી આ જ જેવલીનનો ઉપયોગ કરી રહ્યો હતો. આ જ્યારે સમાચાર ફેલાયા ત્યારે ભારતના ગોલ્ડન બોય નીરજે તેને નવું જેવલીન અપાવવાની જવાબદારી સંભાળી લીધી હતી. તેણે મીડિયા સાથે ઈન્ટરવ્યું દરમિયાન રમત ગમત સાથે જોડાયેલા લોકો અને જેવલીન ઉત્પાદકોને અરશદને મદદ કરવા વિનંતી કરી હતી.

આના પાંચ મહિના બાદ અરશદે પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એક ઈન્ટરવ્યું દરમિયાન નીરજની માતાએ જણાવ્યું કે અરશદ પણ મારો જ દીકરો છે, એ ગોલ્ડ જીત્યો એનાથી અમને ખુશી છે.

ટેનીસના કોર્ટ પર કટ્ટર હરીફ રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચેની મિત્રતા પણ જાણીતી છે. ફેડરર નડાલને હંમેશા નાનો ગણાતો અને નડાલ માટે, ફેડરર એક આદર્શ એક પ્રેરણા રહ્યો છે.

ભૌગોલિક સીમાઓ રોહન બોપન્ના અને ઈસમ-ઉલ-હક કુરેશીની સફળ ટેનિસ જોડીને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રોકી શકી ન હતી. ઈન્ડો-પાક એક્સપ્રેસ તરીકે જાણીતી આ જોડીએ 2010 માં યુએસ ઓપનની ડબલ્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમની માત્ર તેઓએ કોર્ટ પર શેર કરેલી સમજણથી જ નહીં પરંતુ તેમની તેનાથી પણ મિત્રતાને કારણે હતી.

ભારત અને પાકિસ્તાને 2013 ની શરૂઆતથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે, રાજકીય તણાવની ચરમસીમાએ પણ શાંતિના સ્થાપવાના માધ્યમ તરીકે જોવામાં આવતું.

રવિ શાસ્ત્રી અને વસીમ અકરમના ઉલ્લેખ વગર ભારત-પાકિસ્તાન ક્રિકેટની વાત પૂર્ણ થઈ શકે નહીં. તેઓએ ટેલિવિઝન પર Shaz & Waz શો પણ હોસ્ટ કરે છે, બંને વચ્ચેની મિત્રતા જાણીતી છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે