નેશનલ

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ કર્યો મેડલનો વરસાદ

૫૦ મીટર રાઇફલમાં ભારતીય દીકરીઓએ જીત્યાં બે મેડલ

સુવર્ણચંદ્રક: ચીનના હોંગઝોઉ ખાતે યોજાયેલા ૧૯મા એશિયન રમતોત્સવમાં બુધવારે વુમન્સ ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન્સ ઈવેન્ટ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન તસવીર ખેચાવી રહેલી સુવર્ણચંદ્રક વિજેતા ભારતીય શૂટર સિફત કૌર અને કાંસ્યચંદ્રક વિજેતા આશિ ચોકશી. (એજન્સી)

હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતીય શૂટરોએ મેડલનો વરસાદ કર્યો હતો. ભારતે બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે કુલ આઠ મેડલ જીત્યા હતા. આ સાથે ભારત ૨૨ મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. જેમાં પાંચ ગોલ્ડ, સાત સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

૫૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટરો સિફ્ત કૌર સામરા, માનિની કૌશિક અને આશી ચોક્સીએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતીય મહિલા શૂટર ૧૮ વર્ષીય ઇશા સિંહે ૨૫ મીટર પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ચીનની શૂટર લુઈ રિયુએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. . જ્યારે ભારતીય શૂટર ઈશા સિંહે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો.

તે સિવાય સ્કીટ શૂટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતના અંગદ વીર સિંહ બાજવા, અનંતજીત સિંહ અને ગુરજોત સિંહની ભારતીય ટીમે ભારતને આ મેડલ અપાવ્યો હતો.

પુરુષોની સેલિંગ ઇવેન્ટમાં વિષ્ણુ સરવનને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોરિયાના હા જેમિને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સિંગાપોરના લો જૂન હાન રયાને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અનંત સિંહે શૂટિંગમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. તેણે ૬૦માંથી ૫૮
શોટ સીધા લક્ષ્ય પર લગાવ્યા અને સિલ્વર મેડલ જીત્યો હતો. કુવૈતના અબ્દુલ્લા અલરસીદીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અનંતજીત સિંહે સ્કીટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ટેબલ ટેનિસમાં માનવ ઠક્કર અને માનુષ શાહની ભારતીય પુરુષ જોડી અંતિમ-૩૨માં પહોંચી ગઈ હતી. ભારતીય જોડીએ થાઈલેન્ડની જોડીને૩-૨ ૧૧-૮, ૮-૧૧, ૧૧-૬, ૭-૧૧, ૧૨-૧૦થી હરાવીને તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી.

ભારતે મકાઉને ૩-૦થી હરાવીને સ્ક્વોશમાં મોટી જીત હાંસલ કરી હતી. અનહત સિંહે વેઈ યુંગને સીધા સેટમાં ૧૧-૧, ૧૧-૬, ૧૧-૭થી હરાવ્યો હતો. આ પહેલા જોશના ચિનપ્પાએ ક્વાઈ લિયુને સીધા સેટમાં હરાવ્યો હતો.

ઘોડેસવારીમાં વ્યક્તિગત ડ્રેસેજ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યા બાદ કચ્છના યુવક હ્રદય વિપુલ છેડા અને અનુષ અગ્રવાલ મેડલની રેસમાં સામેલ થયા હતા. હૃદય ૭૩.૮૮૩ના કુલ સ્કોર સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચ પર હતો જ્યારે અનુષ ૭૧.૭૦૬ના સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યો હતો.

ટેબલ ટેનિસ ખેલાડીઓ મનિકા બત્રા અને સાથિયાને મિક્સ ડબલ્સના રાઉન્ડ ઓફ ૧૬માં સ્થાન મેળવ્યું હતું. આ ભારતીય જોડીએ થાઈલેન્ડની ટેબલ ટેનિસ જોડીને હરાવી હતી. બોક્સિંગમાં મહિલાઓની ૫૦ કિગ્રા વર્ગમાં નિકહત ઝરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કોરિયન બોક્સરને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતીય મહિલા શૂટરોએ સારો દેખાવ કર્યો હતો. ૫૦ મીટર ૩ પોઝિશન રાઇફલમાં સિફ્ત કૌર સમરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે આ જ ઇવેન્ટમાં આશી ચોક્સીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિફ્ત કૌર એશિયન ગેમ્સ ૨૦૨૩માં સિંગલ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ અપાવનારી પ્રથમ એથ્લિટ છે.

આ ઇવેન્ટમાં ચીને બીજા નંબર પર રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની આશી ત્રીજા નંબર પર રહીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

૫૦ મીટર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી સિફ્ત કૌરે ૪૬૯.૬ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ સાથે તેણે
૪૬૨.૩ સ્કોર કરનાર ચીનની ઝાંગ ક્વિઓંગ્યુને હરાવ્યો હતો. આ રીતે સિફ્ત કૌરે મોટા માર્જિન સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે આશી ચોક્સીએ ૪૫૧.૯ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અગાઉ ભારતીય મહિલા શૂટરો મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાને ૧,૭૫૯ પોઈન્ટ હાંસલ કર્યા હતા. યજમાન ચીનની ટીમ ૧,૭૫૬ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. ચીને સિલ્વર જીત્યો હતો.

ટીમે રચ્યો ઇતિહાસ, પચીસ મીટર
પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ
હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભારતીય મહિલા શૂટરો મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓએ ચીનને ત્રણ પોઈન્ટથી હરાવ્યું હતું ભાકરે બે પોઈન્ટની લીડ સાથે રાઉન્ડની શરૂઆત કરી અને રાઉન્ડ આગળ વધતા તેને ત્રણ પોઈન્ટ સુધી લંબાવી હતી.

૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાને ૧૭૫૯ પોઈન્ટ હાંસલ
કર્યા હતા. યજમાન ચીનની ટીમ ૧૭૫૬ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. ચીને સિલ્વર જીત્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાની ટીમ ૧૭૪૨ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી. ભારતે ટીમ ઈવેન્ટમાં મહિલાઓની ૫૦ મીટર રાઈફલ ૩ પોઝિશનમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

હરિયાણાની રહેવાસી મનુ ભાકર બોક્સર બનવા માગતી હતી પરંતુ આંખમાં ઈજાના કારણે બોક્સિંગ છોડી દીધું હતું. ૧૪ વર્ષની ઉંમરે તેણે શૂટિંગમાં રસ દાખવ્યો હતો. ઑગસ્ટ ૨૦૨૦માં મનુ ભાકરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

ઈશા સિંહ માત્ર ૧૮ વર્ષની છે અને તેણે નવ વર્ષની ઉંમરથી શૂટિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. વર્ષ તેણે વર્ષ ૨૦૧૮માં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. માત્ર ૧૩ વર્ષની ઉંમરે ઈશાએ ઘણા ઈન્ટરનેશનલ ઍવોર્ડ જીત્યા હતા.

રિધમ સાંગવાને અત્યાર સુધીમાં શૂટિંગ વર્લ્ડ કપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ૧૦ ગોલ્ડ મેડલ જીત્યા છે. રિધમના પિતા નરેન્દ્ર સાંગવાન હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત