જય હો: ઓલિમ્પિકમાં ભારત પહેલો સિલ્વર મેડલ જીત્યું, નીરજ ચોપરાને મળ્યો શ્રેય
ભારત એક દિવસમાં બે મેડલ જીત્યું!
પેરિસ: અહીં રમાઇ રહેલી ઓલિમ્પિકમાં ભારત હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભાલાફેંક (Neeraj Chopra in Men’s Javelin Throw)માં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતાડીને રેકોર્ડ કર્યો છે.
ફ્રાન્સમાં રમાઇ રહેલી ઓલિમ્પિકમાં ભારત પહેલી વખત સિલ્વર મેડલ જીત્યું છે. નીરજ ચોપરા બીજા સ્થાને જ્યારે પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમને ફાળે ગોલ્ડ મેડલ મળ્યો છે. બીજી વખતના પ્રયાસમાં અરશદ નદીમે (92.97) વિક્રમી અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ પાક્કો કર્યો હતો, જ્યારે નીરજે બીજા પ્રયાસ (89.45 મીટરનો થ્રો ફેંકીને)માં સિલ્વર પાક્કો કર્યો હતો.
બીજી બાજુ ત્રીજા સ્થાને ગ્રેનાડાનો જેવલીન થ્રોઅર એન્ડરસન પીટર્સ 88.54 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આજની રમતોમાં એક સાથે બે મેડલ મળતા ભારતના ખાતામાં કુલ પાંચ મેડલ મળ્યા છે.
નીરજે સિલ્વર મેડલ જીત્યા પછી તેના ઘરે ઉજવણીનો માહોલ હતો. સોશિયલ મીડિયા પર પણ લોકોએ નીરજ ચોપરાને અભિનન્દન આપ્યા હતા. એના અગાઉ બોલિવુડની હસ્તીઓએ પણ તેને શુભકામનાઓ આપી હતી. 140 કરોડ ભારતીયને નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ આશા હતી પણ સિલ્વર મેડલ જીત્યા પછી પણ આ સિદ્ધિથી દેશવાસીઓ ઝૂમી ઊઠયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતવા અંગે મોદીએ નીરજને વધાવ્યો હતો અને શુભેચ્છા આપી હતી.
Also Read –