મનોરંજન

Viral Video: ચાલતી કારમાં આ શું કરતી જોવા મળી Raha Kapoor?

બોલીવૂડના ચોકલેટી બોય તરીકે ઓળખાતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની લાડકવાયી રાહા કપૂર (Raha Kapoor) અત્યારથી જ પેપ્ઝને ફેવરેટ બની ગઈ છે. પેપ્ઝની સાથે સાથે ફેન્સ પણ તેની એક ઝલક મેળવવા માટે એકદમ આતુર હોય છે. નાની ઉંમરથી જ રાહા લાઈમલાઈટ લૂંટવામાં માસ્ટર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ રાહાના ફોટો અને વીડિયો વાઈરલ થતાં હોય છે. હવે ફરી એક વખત રાહા કપૂરની એક ઝલક જોવા મળી છે. આ વખતે તે નાની સાથે જોવા મળી છે.

નાની સાથેનો રાહાનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સોની રઝદાન અને આલિયાનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નાની સાથે ફરવા નીકળેલી રાહા હર હંમેશની જેમ ક્યુટ લાગી રહી છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રાહા કારની બારીમાંથી બહાર ડોકિયુ કરતી જોવા મળી રહી છે.



નાની સોની રઝદાને જેવા પેપ્ઝને રાહા કપૂરના ફોટો અને વીડિયો શૂટ કરતાં જોયા કે તરત જ કારમાં અંદર લઈ લીધી હતી અને કારના ગ્લાસ ઉપર ચઢાવવાનું શરૂ કરી દીધું હતું.

સ્ટારકિડ્સ બાળપણથી જ પોતાની ક્યૂટ લૂક અને હરકતોથી ફેન્સ અને પેપ્ઝનું દિલ જિતી લેતા હોય છે, પણ આ બધામાં રાહા કપૂર એકદમ ટોપ પર છે. રાહાની પહેલી ઝલકથી લઈને અત્યાર સુધીના તમામ ઈવેન્ટ્સમાં તેણે પેપ્ઝને કે ફેન્સને ક્યારેય નિરાશ નથી કર્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં રાહા પપ્પા રણબીર સાથે જોવા મળી હતી અને એ સમયનો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો. ત્યાર બાદ તે મમ્મી આલિયાના ખોળામાં બેસીને કારમાં ફરતી જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button