Sobhita Dhulipala માટે Nagarjunaએ કહી હતી એવી વાત કે…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ હેન્ડસમ અને ટોક ઓફ ધ ટાઉન રહેનારા એક્ટર નાગા ચૈતન્ય (Naga Chaitanya)એ આજે એક્ટ્રેસ શોભિતા ધૂલીપાલા (Sobhita Dhulipala) સાથે આજે સગાઈ કરી લીધી છે અને એના ફોટો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ એની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર શોભિતાના સસરા અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન (Nagarjuna)નો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાની પુત્રવધુ શોભિતા વિશે એવી કંઈક એવું કહ્યું છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું હતું નાગાર્જુને પોતાની પુત્રવધુ વિશે-
વાત જાણે એમ છે કે આ વીડિયો 2018માં આવેલી ફિલ્મ ગુદાચારીની સક્સેસ બેશનો છે અને આ જ ઈવેન્ટ પર નાગાર્જુને શોભિતા વિશે વાત કરી હતી. જોકે, ત્યારે તેમને સ્વપ્નેય નહોતો ખ્યાલ કે તેઓ જેના વિશે વાત કરી રહ્યા છે એ જ એમની વહુ બનવાની છે. નાગાર્જુન સાથે શોભિતા પણ આ ફિલ્મનો હિસ્સો હતી અને જ્યારે નાગાર્જુનને શોભિતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એ ખૂબ જ સારી છે. મારે આ રીતે વાત ના કરવી જોઈએ, પણ મને તે એકદમ હોટ લાગી હતી. એમાં કંઈક તો એવું છે જે ખૂબ જ અટ્રેક્ટિવ છે.
આ પણ વાંચો : ગાલ પર, બેબી બમ્પ પર કિસ કરીને આ અભિનેતાએ આપી પત્નીની બેબી શાવરની પાર્ટી,
હવે જ્યારે દીકરા ચૈતન્ય સાથે શોભિતાની સગાઈ થઈ છે ત્યારે નાગાર્જુનનો આ જૂનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ વીડિયો પર મિક્સ્ડ રિએક્શન આપી રહ્યા છે. યુઝર્સનું એવું કહેવું છે કે તે પોતાના કરતાં ઉંમરમાં કેટલી નાની છે એ જોઈને જ નાગાર્જુને શબ્દો વાપરવા જોઈતા હોતા તો કેટલાક લોકો વળી નાગાર્જુને એવું પણ કહ્યું હતું કે નાગાર્જુને જે પણ કહ્યું છે કે એ ખૂબ જ સાચું રહ્યું છે, તે છે જ સુંદર.
અત્રે ઉલ્લેખનીય છે કે નાગાર્જુને પુત્ર અને પુત્રવધુનો ફોટો શેર કરીને શોભિતાનું ખુલ્લા દિલે સ્વાગત કર્યું છે અને લખ્યું છે કે આ હેપ્પી કપલને ખૂબ ખૂભ શુભેચ્છા. આ સાથે જ તેમણે 8 ઓગસ્ટ, 2024નો સરવાળો જોડીને 8ના આંકડાને શુકનિયાળ ગણાવ્યો હતો. એક શરૂઆત છે બેહિસાબ પ્રેમની… એવું તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે.