નક્સલીઓએ ઝારખંડમાં કર્યો IED Blast, જવાન ઇજાગ્રસ્ત
ચાઇબાસા (ઝારખંડ): ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે એક કોબ્રા બટાલિયનના સૈનિક આઇઇડી વિસ્ફોટમાં ઘાયલ થયો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના છોટનાગરા પોલીસ સ્ટેશન હેઠળના સારંડાના જંગલમાં સવારે સાડા સાત વાગ્યે બની હતી.
આ પણ વાંચો: ગઢચિરોલીમાં પોલીસ અથડામણમાં બે મહિલા સહિત ત્રણ નક્સલવાદીનાં મોત
તેમાં કહેવામાં આવ્યું છે કે કોબ્રા 209 બટાલિયનના સબ-ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર દાનીને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે છોટનાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને નિશાન બનાવતા નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડી વિસ્ફોટ થયો હતો, જેમાં કોબ્રા 209 બટાલિયનના સબ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર દાની ઘાયલ થયા હતા.
એક ગુપ્ત સૂચનાના આધારે ચાઈબાસા પોલીસ, કોબ્રા બટાલિયન, ઝારખંડ જગુઆર અને સીઆરપીએફના સુરક્ષા કર્મચારીઓએ છોટનાગરા અને ઝરાઇકેલા પોલીસ સ્ટેશનની સીમા હેઠળના સરહદી જંગલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતુ.
આ પણ વાંચો: Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, આઠ નક્સલીઓ ઠાર
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે નક્સલવાદી નેતા મિસીર બેસરા, અનલ, અનમોલ, અશ્વિન, પિન્ટુ લોહારા, ચંદન લોહારા, અમિત હાંસદા ઉર્ફે ઉપતન તેમની ટુકડીના સભ્યો સાથે કોલ્હન વિસ્તારના સારંડામાં ફરી રહ્યા છે.