Shraddha Kapoorનો આ કિલર લૂક જોશો તો બોલી ઉઠશો…
હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને રાજકુમાર રાવ (Rajkumar Rao) પોતાની આગામી ફિલ્મ સ્ત્રી-2 (Movie Stree-2)ના પ્રમોશનમાં સખત વ્યસ્ત છે. હાલમાં જ શ્રદ્ધા અને રાજકુમાર મુંબઈની એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને બંને જણ આ ઈવેન્ટ પર એકદમ ગ્લેમરસ દેખાઈ રહ્યા હતા. પરંતુ શ્રદ્ધાએ રેડ કલરનો પેન્ટસૂટ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
શ્રદ્ધા કપૂર હાલમાં તેની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં તે રાહુલ મોદી સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી પરંતુ આ બધા વચ્ચે સ્ત્રી-ટુના પ્રમોશનને કારણે શ્રદ્ધા લાઈમલાઈટ લૂંટી રહી છે. રેડ કલરના પેન્ટસૂટમાં શ્રદ્ધા એકદમ ગ્લેમરસ લાગી રહી હતી અને કહેવાની જરૂર નથી કે એક્ટ્રેસ આ આઉટફિટમાં એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી.
આ પણ વાંચો : શ્રદ્ધા કપૂર બંધાશે રાહુલ મોદીની સાથે લગ્નના બંધનમાં…!
આ સુંદર આઉટફિટ સાથે શ્રદ્ધા કપૂરે વાળને કર્લ કરીને ખૂલ્લા રાખ્યા હતા. એસેસરીઝની વાત કરીએ ગોલ્ડન ઈયરરિંગ્સની સાથે મિલિયન ડોલર સ્માઈલ સાથે એક્ટ્રેસે પોતાના લૂકને કમ્પલિટ કર્યા હતા. સ્ત્રી-ટુમાં રાજકુમાર રાવે પણ એકદમ ડેશિંગ લૂકમાં એન્ટ્રી લીધી હતી. રાજકુમાર રાવ બ્રાઉન લૂઝ પેન્ટની સાથે બ્લેક ટી-શર્ટ પહેરી હતી અને ડેનિમની જેકેટ સાથે રાજકુમારે પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.
ઈવેન્ટમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરે પેપ્ઝને સાથે પોઝ પણ આપ્યા હતા. બંનેની ઓનસ્ક્રીન જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટના રાજકુમાર અને શ્રદ્ધાની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનો ફેન્સ લાંબા સમયથી ઈંતેજાર કરી રહ્યા હતા.