અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટમાં રોડ -રસ્તા-પાર્કિંગ પર AMCને ફટકાર

ગુજરાત હાઇકોર્ટેમાં જનહિત યાચિકા અંતર્ગત છેલ્લા બે દિવસથી અરજદારની અરજી પર સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે બારીક અવલોક્નથી અમદાવાદમા નવા સૂચિત બ્રિજ , તેની આવશ્યકતાઑ ઉપરાંત દ્વિચક્રી વાહન ચાલકો હેલમેટ ના પહેરાતા હોવાના કાડા પર પોતાનું અવલોકન રજૂ કરી,આગામી 15 દિવસમાં ચાલક સહિત પાછળ બેસનાર માટે પણ ફરજિયાત હેલ્મેટ કાયદો અમલી બનાવવા સંબધિત સતાવાળાઓને જણાવ્યુ છે. હવે, આજે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના બિસ્માર રોડ-રસ્તા, પાર્કિંગ-ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરી હતી. અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાએ ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઇલ કરતા વાંધો લીધો હતો. હાઇકોર્ટે એડવોકેટ જનરલ પર કટાક્ષ કર્યો કે, પાછલા કેટલાક વર્ષોથી આ અરજી ચાલી રહી છે, હજી કેટલી ચલાવવાની છે ? આ અંગે વધુ સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

મોટી બિલ્ડિંગ્સ પાસે પણ નથી પાર્કિંગ- હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, મોટી બિલ્ડિંગોમાં પણ પાર્કિંગ નથી, આવી જગ્યાઓ શોધો અને તેમાં કામ કરો. રિક્ષાવાળા પોલીસ સામે વધુ પેસેન્જર બેસાડે છે. કામગીરી ચાર દિવસ ચાલે છે પછી બંધ.અગાઉ તહેવાર સમયે પકડાયેલા ઢોરોને છોડી મૂકવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો હતો. જેથી તેમને કોર્ટ કાર્યવાહીમાં લેવા પડ્યા હતા. શહેર પોલીસ કમિશનર અને AMC કમિશનર આ કેસમાં કોર્ટના નિર્દેશ પાળવા બંધાયેલા છે.

સિંધુ ભવન પર અમે પાર્કિગની વ્યવસ્થા ; AMC
AMCએ જણાવ્યું હતું કે, વોટ્સએપ અને AMCની વેબસાઈટ ઉપર તેમજ સોશિયલ મીડિયા ઉપર AMCને ખરાબ રોડ, રખડતાં ઢોર વગેરે મુદ્દે ફરિયાદ કરી શકાય છે. જ્યારે અરજદારે જણાવ્યું હતું કે, કારગીલ પેટ્રોલ પંપ પાછલ મોટો પ્લોટ છે ત્યાં પાર્કિંગ કરી શકાય.આવા પ્લોટ શોધો. જ્યારે કોર્ટે જણાવ્યું હતું કે, વરસાદમાં અહીં ટુ-વ્હિલર વાહનો પાર્ક ના થાય. આથી AMCએ કહ્યું કે, સિંધુ ભવન રોડ ઉપર અમે પાર્કિગની વ્યવસ્થા કરેલી છે.

રોડ- રસ્તા ખરાબ – દબાણ ફરી સર્જાય છે -હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા 2017-18થી અરજી આવતી રહે છે અને સુનાવણી થતી રહે છે. ગુજરાત હાઇકોર્ટ સતત 2018થી ગુજરાત સરકાર સહિત સંબધિત સતાવાળાઓના કાન આમળે છે આમ છ્તા, ગુજરાતની ટ્રાફિક-રોડ-રસ્તા અને રખડતા ઢોર ની સમસ્યા હજુ પણ યથાવત હોવાની પ્રતીતિ થઈ રહી છે. અરજદારે જણાવ્યું કે, આટલા બધા લોકોને ટ્રાફિક મુદ્દે દંડ કર્યો, ચલાન આપ્યા તો શું સ્થિતિ સુધરી? દબાણ હટાવ્યા બાદ ફરી આવી જાય છે. કોર્ટના આગળના 2018ના હુકમની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખરાબ રસ્તાને લઈને કોર્ટે ટિપ્પણી કરી હતી કે,​ ચોમાસા વખતે અને બાદમાં રસ્તાની પરિસ્થિતિ વર્ણવી છે. દર વર્ષે આવું થતું હોવાનું નોંધ્યું છે. રોડ ધોવાઈ જાય છે, આવી રીતે કામ ચાલી શકે નહિ. ચેતવણી આપી છતાં તે બહેરા કાને અથડાય છે. કાયદાઓનું પાલન થતું નથી. જવાબદાર ઓફિસરો સામે સરકારે પગલાં લેવા જોઈએ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button