મહારાષ્ટ્ર

ગામમાં આવીને દીપડાએ કર્યું કંઇક એવું કે ગ્રામજનો થયા ભયભીત

પર્યાવરણનું સંતુલન બગાડવામાં મનુષ્યનો સિંહફાળો રહ્યો છે. આપણે પર્યાવરણ અને વૃક્ષોનું નિકંદન કાઢતા જઈએ છે, જેનો ભોગ જંગલના જાનવરો બને છે. તેમને તેમનું કુદરતી રહેઠાણ છોડીને ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ તરફ આવવું પડે છે. જ્યારે વન્ય પ્રાણીઓ માનવ વસવાટ તરફ આવે છે ત્યારે માણસો પણ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બની જાય છે આવો જ એક બનાવ મહારાષ્ટ્રના એક અંતરિયાળ ગામમાં જોવા મળ્યો છે. અહીં જંગલમાંથી ગામમાં આવીને એક દીપડાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. દીપડાનું નામ સાંભળીને જ ગામના લોકો ગભરાઇ ગયા છે અને દીપડાના ભયમાં જીવી રહ્યા છે. તેમણે આ મામલાની માહિતી પોલીસ વિભાગને પણ આપી છે.

નાગપુર અને વિદર્ભમાંથી આ મામલો સામે આવ્યો છે. ચંદ્રપુર જિલ્લાના નાગભીડ તહસીલના બાલાપુર ખુર્દ ગામમાં એક માદા દીપડાએ ત્યજી દેવાયેલા ઘરમાં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો : નાશિકમાં દીપડાએ કરેલા હુમલામાં વનવિભાગના છ કર્મચારી, ત્રણ ગામવાસી ઘાયલ

બે દિવસ પહેલા એક વ્યક્તિએ દીપડાને આ ઘરની બહાર જતા જોયો હતો અને તેણે આ અંગે ગ્રામજનોને જાણ કરી હતી. વન વિભાગ અને પોલીસની ટીમ જ્યારે ત્યાં પહોંચી અને ઘરની અંદર ગઇ ત્યારે તેમણે જોયું કે ઘરમાં એક જગ્યાએ ત્રણ બચ્ચા બેઠા છે. આ ગામ જંગલના કિનારે આવેલું છે .આ ગામની વસ્તી માંડ 1200 કે 1400 છે. અહીં અવારનવાર જંગલમાંથી દીપડાઓ ખોરાકની શોધમાં ગામમાં ઘુસી આવતા હોય છે અને બકરા, કુતરા, ગાય, બળદનો શિકાર કરી જતા હોય છે. વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા માટે ચેતવણી પણ આપી છે. ગ્રામજનોનું કહેવું છે કે જંગલી પ્રાણીઓ હંમેશા તેમના ગામમાં ઘુસી આવે છે. આ અંગે તેમણે પ્રશાસનને વિનંતીઓ પણ કરી છે, પણ ઠેરનું ઠેર છે.

હાલમાં તો પણ વિભાગ દ્વારા ગામ લોકોના ભયને ઓછો કરવા માટે વિવિધ સ્થળોએ ટ્રેપ કેમેરા લગાવીને દીપડા અને તેના બચ્ચા પર નજર રાખવામાં આવી રહી છે. આપણે આશા રાખીએ કે આ બેબી દીપડાઓને તેમનું યોગ્ય રહેઠાણ જલદીથી મળી જાય અને ગ્રામજનો પણ ભયમુક્ત થાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button