પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

કરોડોની માલિક છે Vinesh Phogat, જાણો કેટલી છે કુલ નેટવર્થ…

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) વધારે વજનને કારણે પેરિસ ઓલમ્પિક-2024માંથી ડિસક્વોલિફાય થઈ ગઈ છે અને એને કારણે દેશભરના લોકો હતાશ, નિરાશ થઈ ગયા છે. જોકે, લોકો વિનેશ માટે સિલ્વર મેડલની માંગ કરી રહ્યા છે. વિનેશ ભારતની એક દિગ્ગજ મહિના રેસલર છે પણ શું તમને આ દિગ્ગજ રેસલરની કમાણી અને નેટવર્થ વિશે ક્યાલ છે? ચાલો તમને જણાવીએ-એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર વિનેશ ફોગાટની નેટવર્થ 36 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં પણ તેને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેયર્સ પાસેથી પણ સારી એવી રકમ મળે છે.

વિનેશને દર મહિને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી તરફથી 50,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે. આ પગાર સાથે તેની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે. રેસલિંગ સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ વિનેશ ફોગાટ કરોડો રૂપિયાની કમાણી કરે છે. હાલમાં તે કોર્નરસ્ટોન સ્પોર્ટ અને બેસલાઈન વેન્ચર્સની બ્રાન્ડ એમ્બેસેડર છે.

વાત કરીએ વિનેશ ફોગાટ સાથે પેરિસ ઓલમ્પિકમાં થયેલી ઘટનાની તો વિનેશ સાથે આવું પહેલી વખત નથી થયું. આ પહેલાં પણ બે વખત તારી સાથે આવું થયું છે. 2016માં રિયો ઓલમ્પિકથી વિનેશે ડેબ્યુ કર્યુ હતું અને એ જ સમયે ફાઈનલમાં ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે તે બહાર થઈ ગઈ હતી. ત્યાર બાદ 2020માં ટોક્યો ઓલમ્પિકમાં તે ક્વાર્ટર ફાઈલમાં 53 કિગ્રા વજનની કેટેગરીમાં પણ હારી ગઈ હતી. હવે તે 2024માં પણ વધારે વજનને કારણે બહાર થઈ ગઈ હતી. આ રીતે વિનેશ ફોગાટ સતત ત્રણ વખત ઓલમ્પિકમાં મેડલ જિતવાથી ચૂકી ગઈ હતી.

દરમિયાન વિનેશ ફોગાટે આ ઝટકા બાદ રેસલિંગમાંથી રિયાટરમેન્ટની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી. એક્સ પર કરેલી પોસ્ટમાં તેણે માફી માંગતા કહ્યું હતું કે મા કુશ્તી મારાથી જિતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજો. મારું સપનું, મારી હિંમત બધું જ ટૂટી ગયું. હવે એનાથી વધારે તાકાત નથી રહી. અલવિદા કુશ્તી-2001-2024. હંમેશા તમારી ઋણી રહીશ.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button