વિનેશ ફોગાટ વિશે આ શું બોલ્યા..કે ટ્રોલ થઇ ગયા બ્રિટનના પૂર્વ પીએમના સાસુ

પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ભારતીય લોકોને ભારે નિરાશા થઇ હતી. 29 વર્ષીય વિનેશ ફોગાટને બુધવારે ઓલિમ્પિકમાં તેના 50 કિગ્રા કેટેગરીના ગોલ્ડ મેડલ મુકાબલો પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેને કારણે લોકોને ભારે આંચકો લાગ્યો હતો. લોકો હતાશ થઇ ગયા હતા. આ અંગે અનેક રાજકીય નેતાઓએ પણ પ્રતિભાવો આપ્યા હતા. રાજ્યસભા સાંસદ અને બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકના સાસુ સુધા મૂર્તિએ પણ સંસદની બહાર વિનેશ ફોગટ પર નિવેદન આપ્યું હતું. સુધા મૂર્તિએ સંસદની બહાર એવુ નિવેદન આપ્યું હતું કે, ‘આવું તો બધુ ચાલ્યા કરે. આમાં આપણે શું કરી શકીએ.’
રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિનું નિવેદન લોકોને યોગ્ય લાગ્યું નહતું અને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગયા હતા. લોકોએ જણાવ્યું હતું કે તેમની ટિપ્પણી યોગ્ય નહોતી.
“Simplicity at its finest,” એમ લખીને એક નેટિઝને સુધા મૂર્તિના સાદગીના જાહેર વ્યક્તિત્વ પર તંજ કસ્યો હતો
“વિનેશને અયોગ્ય ઠેરવવાને કારણે આજે અબજો ભારતીયો દિલથી દુખી છે. પરંતુ સુધા મૂર્તિનું આ નિવેદન તેના જખમ પર મીઠું ઘસવા જેવું છે,” એમોક્સી એફસી નામના હેન્ડલ સાથેના અન્ય વપરાશકર્તાએ જણાવ્યું હતું.
“તમારે વિરોધ કરવો જોઇએ. તમે શાંત રહી શકો નહીં,” એમ એક નેટિઝને લખ્યું હતું. વપરાશકર્તાએ કહ્યું.
ગયા વર્ષે પણ ઈન્ફોસિસના સ્થાપક NR નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિને તેમની ખાણીપીણીની પસંદગીઓ પરના નિવેદનો બદલ ઈન્ટરનેટ પર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ જ્યાં જાય છે ત્યાં ખાવા માટે ચમચી સાથે લઇને જાય છે.
“હું મારા કામમાં ઘણી adventurous છું, પણ મારા ખોરાકમાં નહીં. હું હું હંમેશા ડરું છું. હું શુદ્ધ શાકાહારી છું, હું ઇંડા કે લસણ પણ નથી ખાતી. મને બીક લાગે છે કે શાકાહારી અને માંસાહારી બંને માટે એક જ ચમચી વપરાતી હશે. તેથી હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે મારી સાથે વેજિટેરિયન ખાવાનું ભરીને લઇ જાઉં છું. અને બહાર રેસ્ટોરેન્ટમાં પણ હું પ્યોર વેજ રેસ્ટોરેન્ટ જ પસંદ કરું છું. હું રેડી-ટુ-ઇટ પૌંઆ જેવી વસ્તુ સાથે લઇ જાઉં છું. મારે ખાલી એમાં ગરમ પાણી જ નાખવાનું રહે છે.
એમ સુધા મૂર્તિએ યુટ્યુબ ઈન્ટરવ્યુ “ખાને મેં ક્યા હૈ” સાથેની મુલાકાતમાં કહ્યું હતું.