મનોરંજન

ગાલ પર, બેબી બમ્પ પર કિસ કરીને આ અભિનેતાએ આપી પત્નીની બેબી શાવરની પાર્ટી,

યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. આ કપલે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે કે બંને બેમાંથી હવે ટૂંક સમયમાં ત્રણ થવા જઇ રહ્યા છે. પ્રિન્સે તેની ગર્ભવતી પત્ની અને ‘મમ્મી-ટુ-બી’ યુવિકા ચૌધરી માટે ભવ્ય બેબી શાવર ફંક્શનનું આયોજન કર્યું હતું. યુવિકાના બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા, જેઓ રિયાલિટી શો બિગ બોસ 8 માં મળ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેઓ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. હવે કપલ તેમના નાના બાળકની તૈયારીમાં વ્યસ્ત છે.

બેબી શાવરના ફંક્શન માટે યુવિકાએ સુંદર સફેદ ઑફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો, જેમાં સ્વીટહાર્ટ નેકલાઇન દર્શાવવામાં આવી હતી. યુવિકાના ડ્રેસમાં પિંક બેલ્ટ હતો. યુવિકાએ ગ્લેમરસ મેકઅપ કર્યો હતો અને વાળને પીંક બોથી બાંધ્યા હતા. વાઇટ અને પીંક બેલ્ટવાળા ડ્રેસમાં યુવિકા એકદમ બાર્બી ડોલ જેવી દેખાતી હતી. જ્યારે પ્રિન્સે સફેદ પેન્ટ સાથે બ્લુ શર્ટ પહેર્યો હતો. બેબી શાવરના અવસર પર પ્રિન્સ અને યુવિકાએ ખૂબ જ રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો. પત્નીની સુંદરતાથી પ્રિન્સ એટલો બધો અંજાઇ ગયો હતો કે તે વારે વારે યુવિકાના ગાલ પર, બેબી બમ્પ પર કીસ કરતો હતો. પિતા બનવાની ખુશી તેના મોઢા પર સ્પષ્ટ દેખાતી હતી. જોકે, પ્રેગનેન્ટ હોવાને કારણે યુવિકા ઘણી તંદુરસ્ત અને મસ્ત દેખાતી હતી. તેનું વજન પણ વધેલું હતું, પણ પ્રિન્સ નરૂલા ઘણો સ્લીમ અને ટ્રીમ લાગી રહ્યો હતો.

યુવિકા ચૌધરીના બેબી શાવરમાં પરિવારના સભ્યો ઉપરાંત નિશા રાવલ, માહી વિજ, સંભાવના સેઠ, રફ્તાર જેવા અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. નિશા રાવલે ઇન્સ્ટાગ્રામ પર આ બેબી શાવરના ફોટા શેર કર્યા છે.

બેબી શાવરની સજાવટ પણ પ્રસંગને અનુરૂપ સુંદર હતી. સ્થળ પર એક સુંદર ફોટો-ઓપ બેકડ્રોપ હતું, જેના પર વિશ્વનો નકશો હતો અને તેની બાજુમાં બે મોટા ટેડી બેર મૂકવામાં આવ્યા હતા. સમગ્ર પૃષ્ઠભૂમિને વાદળી અને ગુલાબી રંગના ફુગ્ગાઓ અને સોનેરી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવી હતી.
યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા જલ્દી જ પોતાના બાળકનું સ્વાગત કરશે. હાલમાં યુવિકા તેના પતિ પ્રિન્સ નરુલા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button