પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

રનર અવિનાશ સાબળે તો ન જીત્યો, વિક્રમધારકની જુઓ કેવી હાલત થઈ…

પૅરિસ : અહીં પૅરિસ ઑલિમ્પિક્સમાં બુધવારે અસહ્ય ગરમી વચ્ચે ભારતનો રનર અવિનાશ સાબળે 3000 સ્ટીપલચેઝ દોડમાં ચોથા નંબર પર રહ્યા બાદ છેલ્લે છેક 11મા સ્થાને રહી ગયો હતો. આ રેસમાં વિશ્વવિક્રમ ધારક ઇથોપિયાનો લામેચા ગિરમા પણ હતો જે રેસ પૂરી થવાની તૈયારીમાં હતો ત્યારે નીચે પડી જતા રેસની બહાર થઈ ગયો હતો.
આ રેસ 15માંથી અવિનાશ સહિત 11 રનરે પૂરી કરી હતી.
મોરોકકોનો સિફિએન બકાલી 8 મિનિટ અને 6.05 સેકન્ડના ટાઈમિંગ સાથે પ્રથમ આવતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2021ની ટોક્યો ઑલીમ્પિક્સમાં જીતેલું ટાઈટલ તેણે ડિફેન્ડ કર્યું હતું.

અમેરિકાનો કેનેથ રૂક્સ (8 મિનિટ, 06.41 સેકન્ડ) સિલ્વર મેડલ અને કેન્યાનો અબ્રાહમ કિબીવોત (8 મિનિટ 06.47 સેકન્ડ) બ્રોન્ઝ જીત્યો હતો.
3000 સ્ટીપ્લચેઝ દોડમાં રનરે સાત વૉટર જમ્પ સહિત કુલ 35 વિઘ્ન પાર કરીને આ દોડ પૂરી કરવાની હોય છે. અવિનાશ સાબળેએ રેસ 8 મિનિટ, 14.18 સેકન્ડમાં પૂરી કરી હતી. થોડા મહિના પહેલાં પૅરિસની જ ડાયમંડ લીગમાં તેણે 8 મિનિટ, 09.91 સેકન્ડમાં આ રેસ પૂરી કરીને નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો, પણ એ જ શહેરમાં ઑલિમ્પિક્સમાં તેણે ચાહકોને નિરાશ કર્યાં. સરકારે તેને વિદેશમાં તાલીમ લેવા મોટી આર્થિક સહાય કરી હતી.


આજે ભારતના મુકાબલા શેમાં?

ગૉલ્ફ
-મહિલા વર્ગ, વ્યક્તિગત, અદિતી અશોક અને દિક્ષા ડાગર, બપોરે 12.30

ઍથ્લેટિક્સ
-મહિલા વર્ગ, 100 મીટર હર્ડલ્સ, રેપશાઝ રાઉન્ડ, જ્યોતિ યારાજી, બપોરે 2.05
-પુરુષ વર્ગ, ભાલાફેંક, નીરજ ચોપડા, રાત્રે 11.55

કુસ્તી
-પુરુષ વર્ગ, 57 કિલો, ફ્રીસ્ટાઇલ, 1/8 ફાઇનલ્સ, અમન સેહરાવત, બપોરે 2.30
-મહિલા વર્ગ, 57 કિલો, ફ્રીસ્ટાઇલ, 1/8 ફાઇનલ્સ, અંશુ મલિક, બપોરે 2.30

હૉકી
-પુરુષ વર્ગ, બ્રૉન્ઝ મેડલ મૅચ, ભારત વિરુદ્ધ સ્પેન, સાંજે 5.30

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button