પારસી મરણ
જેસીકા જીમી પટેલ તે મર્હુમી મની જેમી પટેલની દીકરી. તે કુરૂશના બહેન. તે મર્હુમી મહેરામાય તથા કાવસજી પટેલના દીકરાની દીકરી. તે મર્હુમી તેહમીના સોરાબજી કોન્ટ્રક્ટરની દીકરીની દીકરી. તે મર્હુમો અદી તથા એમી અને કેટીના ભઈની દીકરી. તે ધનજીશાહ બહેરામ તથા મર્હુમ યાસ્મીનની બહેનની દીકરી. (ઉં.વ. ૫૪) ઠે: જી-સી, નવરોઝ બાગ, ડૉ. એસ.એસ. રાઉ રોડ લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૮-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે વાદીયાજી અગ્યારી લાલબાગમાં છેજી.
દોલત જાહાંગીર સીગનપોરીયા તે મરહૂમ જાહાંગીર માનેકજી સીગનપોરીયાના ધનયાની. તે મરહૂમો મેહરબઈ કુવરજી દારુવાલાની દીકરી. તે આબાન ને ખુરશીદના માતાજી. તે રોહીનતન ને ખુશરુના સાસુજી. તે મરહૂમો દિનબઈ માનેકજી સીગનપોરીયાના વહુ. તે તનયુશકા વીરાફ હંસોતીયાના ગ્રેન્ડ ફાધર (ઉં.વ. ૯૬) ઠે: લેડી રતન તાતા બિલ્ડિંગ નં. ૧, ત્રીજે માળે, રૂમ નં. ૯, તરનર રોડ, એસ.વી. રોડ જંકશન, બાન્દ્રા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૦.
પરવેઝ અસફંદીયાર નરીમન્યન તે મરહૂમ અસફનદીયારના ધન્યાની. તે ખુશરો, રુસ્તમ, દોલોતના માતાજી. તે ગોશતાબ આઈરાન, ને નીલુફરના સાસુજી. તે ફ્રેની સાગર, બખતીયાર રસ્તેગર અને મરહૂમો કેકી ને ડોલીના બહેન. તે ખુશબુ ને જમશેદના મમઈજી. તે નેગર, નેવીલ ને અયેશાના બપઈજી. (ઉં.વ.૮૯) ઠે: જાહાંગીર મોદી બિલ્ડિંગ, રૂમ નં. ૧, ગ્રાઉન્ડ ફલોર, ગીલદર લેન, નવજીવન સોસાયટી સામે, મુંબઈ સેન્ટ્રલ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૮-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે જોખી અગ્યારીમાં છેજી.
બચી મીનું રાનદેરીયા તે મરહૂમ મીનુંના ધન્યાની. તે મરહૂમો કોલી દીનશા દુમસીયાના દીકરી. તે એરીકના માતાજી. તે હુતોકશીના સાસુ. તે કેતી રાનદેરીયા, ડૉ. ધનજીશા દુમસીયા ને મરહૂમ હિલ્લા વાદીયાના બહેન. તે મેહરનાઝ ને પીરોજના બપઈ. (ઉં.વ. ૮૦) ઠે: સી-૪૫, ગીતા ભવન, ૯૩ વોરદન રોડ, મુંબઈ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૮-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોદિવાલા બંગલીમાં ડુંગરવાડી પર છેજી.