લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
પેરિસના ઓલિમ્પિક રમતોત્સવની શૂટિંગ કોમ્પિટિશનમાં ભારતનું નામ રોશન કરનાર નિશાનબાજની ઓળખાણ પડી?
અ) વેરોનિકા મેજર બ) એશા સિંહ ક) મનુ ભાકર ડ) સુષ્મા રાણા

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
हिंव લીલું
हिंडणे શિયાળો
हिवाळा રખડવું
हिरवा આંચકો
हिसका ઝાકળ

ગુજરાત મોરી મોરી રે
સ્ત્રીની સાસુના એકમાત્ર વેવાણના એકમાત્ર જમાઈના પુત્રના દાદા સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડી જણાવો જોઉં.
અ) કાકાજી બ) જેઠ ક) સસરા ડ) મામાજી

જાણવા જેવું
માતા એટલે સૌમ્ય અને વહાલસોઈ મૂર્તિ જેની સરખામણી પરમાત્મા સાથે થાય છે. જોકે, વનસ્પતિની જટામાંસી નામની એક જાત છેટેથી એવી બિહામણી લાગે છે કે જાણે વિકરાળ મહાકાળી માતા પહાડ ઉપર જંગલમાં એકલાં વાસ કરી રહ્યાં છે. તેના આવા દેખાવને લીધે તેને માતા
કહે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ભોજનમાં વપરાતું શાક સંતાઈને બેઠું છે એ શોધી કાઢો અર્થશાસ્ત્રમાં રોકાણ પર વળતર કેટલું મળ્યું એનું મહત્ત્વ હોય છે.

નોંધી રાખો
પ્રાર્થના એવી રીતે કરો કે જાણે બધું જ ઈશ્ર્વર પર નિર્ભર હોય અને પ્રયત્ન એવી રીતે કરો કે બધું તમારા પર જ નિર્ભર હોય.

માઈન્ડ ગેમ
આપણા દેશના કયા ગામમાં લગ્ન પછી વરરાજા સાસરે જાય એવી પ્રથા છે એ જણાવો. આ ગામ ‘જમાઈના ગામ’ તરીકે પણ ઓળખ ધરાવે છે.
અ) બરૌલી ૨) આંવલા
૩) હિંગુલપુર ૪) સિયાના

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
सरळ સીધું
सरजा સરદાર
सरावમહાવરો
सराटा ગોખરું
सरईत ચાલાક

ગુજરાત મોરી મોરી રે
જમાઈ

ઓળખાણ પડી?
સાઈના નેહવાલ

માઈન્ડ ગેમ
ચીન

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ખર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..