નાશિકમાં મોબાઈલમાં વિસ્ફોટ, આટલા લોકો થયા ઘાયલ
નાશિકઃ મહારાષ્ટ્રના નાશિકમાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. મોબાઈલમાં વિસ્ફોટને કારણે ત્રણ વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. મોબાઈલ ચાર્જિંગ વખત બારી પાસે મોબાઈલ રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી બારીના કાચ તૂટ્યા હતા તથા વાહનના કાચ તૂટી ગયા હતા. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસના લોકોના ઘર સુધી પહોંચ્યો હતો.
નાશિકના સિડકો ઉત્તમ નગરના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જે વખતે બ્લાસ્ટ થયો એ વખતે મોબાઈલ ફોન બારી નજીક ચાર્જિંગમાં મૂકવામાં આવ્યો હતો. મોબાઈલની બાજુમાં રાખવામાં આવેલી પરફ્યુમની બોટલ મૂકી હતી. બોટલને કારણે બ્લાસ્ટ થયો હતો, જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. આ બનાવ પછી પોલીસને માહિતી મળ્યા પછી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આ વિસ્ફોટમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટ્લમાં સારવાર ચાલી રહી છે, પરંતુ વિસ્ફોટ કઈ રીતે થયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અહીંના લોકોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ભીષણ હતો કે મોબાઈલની બારી સાથે સાથે વાહનોના કાચ તૂટી ગયા હતા. આ વિસ્ફોટ પછી ઘરના રુમમાં ચારેબાજુ બેટરીના ટુકડા પડ્યા હતા. આ મુદ્દે પોલીસ વધુ તપાસ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.