અનેક રાજ્યોમાં ઓફિસ ધરાવતી કંપનીની આઈએસડી તરીકે નોંધણી ફરજિયાત
નવી દિલ્હી: એક કરતાં વધુ રાજ્યોમાં હાજરી ધરાવતી અને બ્રાંચ ઓફિસો દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ વિતરિત કરનારી કંપનીઓને પહેલી એપ્રિલ, 2025 સુધીમાં જીએસટી સત્તાવાળાઓ સાથે ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (આઈએસડી) તરીકે નોંધણી કરકાવવી ફરજિયાત છે.
ફેબ્રુઆરીમાં ફાઈનાન્સ બિલ-2024માં સરકારે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાયદામાં સુધારો કર્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું છે કે એકથી વધુ રાજ્યોમાં જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવતી કંપનીઓએ તેમની શાખાઓ દ્વારા મળતી સેવાઓના બદલામાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) વિતરિત કર્યા હોય તો તેમણે ફરજિયાત આઈએસડી તરીકે નોંધણી કરાવવી પડશે.
આ પણ વાંચો: Gujarat માં વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં 50,298 GSTIN નંબર રદ
જીએસટીના કાયદામાં આઈટીસી આપવા માટેના નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓપ ઈનડાઈરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ પહેલી એપ્રિલ, 2025ને કટ ઓફ ડેટ જાહેર કરી હોવાથી એકથી વધુ શાખાઓ ધરાવતી બધી કંપનીઓએ તે પહેલાં નોંધણી કરાવવી ફરજિયાત છે.