ઇન્ટરનેશનલનેશનલ

Nepal helicopter crash: નેપાળમાં વધુ એક હવાઈ દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતા 5ના મોત

કાઠમંડુ: ગત મહીને નેપાળના કાઠમંડુમાં થયેલા પ્લેન ક્રેશમાં 18 ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યા હતા. એવામાં આજે બુધવારે બપોરે નેપાળના નુવાકોટ જિલ્લાના (Nuwakot district of Nepal) શિવપુરી વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash)થયું હતું, પ્રસાશને આ વાતની પુષ્ટિ કરી હતી. હેલિકોપ્ટર કાઠમંડુથી રવાના થયું હતું અને સ્યાફ્રુબેન્સી તરફ જઈ રહ્યું હતું.

પ્રસાશનના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર વરિષ્ઠ કેપ્ટન અરુણ મલ્લ ઉડાવી રહ્યા હતા, અને હેલિકોપ્ટરના ટેકઓફની ત્રણ મિનિટ પછી જ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું ત્યારે તેમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં ચાર ચીનના નાગરિકો અને પાઈલટનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ચીનના નાગરિકો રાસુવા જઈ રહ્યા હતા.

સ્થાનિક મીડિયા આઉટલેટે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર બુધવારે બપોરે 1:54 વાગ્યે કાઠમંડુથી રવાના થયું હતું. હેલિકોપ્ટર સૂર્યચૌર વસ્તારમાં પહોંચ્યા પછી લગભગ 1:57 વાગ્યે અધિકારીઓ સાથે સંપર્ક તૂટી ગયો.

આ પણ વાંચો: નેપાળમાં ફરી એક વાર સત્તાપલટો ભારતની મુસીબતો વધશે

ઘટના સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં એક ન્યૂઝ એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં પાયલોટ સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ પાંચ મુસાફરોના મોત થયા છે. ક્રેશ સ્થળ પરથી બે પુરૂષો, એક મહિલા અને પાયલોટની ઓળખ અરુણ મલ્લા તરીકે કરવામાં આવી હતી. એક મૃતદેહ હજુ સુધી ઓળખવામાં આવ્યો નથી કારણ કે ક્રેશ બાદ આગમાં બળી જવાથી ઓળખી શકાય તેવો રહ્યો નથી.

કાઠમંડુના ઉત્તરપશ્ચિમમાં આવેલા સૂર્યચૌર વિસ્તારમાં રેસ્ક્યુ ટીમ ક્રેશ સાઇટ પર પહોંચી ગઈ છે. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) અનુસાર, ઘટના બાદ તરત જ પ્રભુ હેલિકોપ્ટર (9N-ANL)ને ક્રેશ સાઇટ પર રવાના કરવામાં આવ્યું હતું.

આ તાજેતરની ઘટનાઓ બાદ હિમાલયન રાષ્ટ્ર નેપાળના આકાશમાં હવાઈ સલામતી અંગે ગંભીર ચિંતા ઉભી થઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button