ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

500 વર્ષ બાદ બની રહ્યા છે આ દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં ગ્રહોની ખૂબ જ મોટી ઉથલપાછલ જોવા મળી રહી છે અને આ ઉથલપાથલને કારણે અનેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. બે દિવસ બાદ એટલે કે 9મી ઓગસ્ટના નાગ પંચમી છે અને આ વખતે નાગ પંચમી પર 500 વર્ષ બાદ દુર્લભ યોગ બની રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, તેમનું સૂતેલું ભાગ્ય ચમકી ઉઠશે. આવો જોઈએ કયો છે આ દુર્લભ યોગ અને કઈ રાશિના જાતકોને તેનો લાભ મળી રહ્યો છે એ-

મુંબઈના એક જ્યોતિષીના જણાવ્યા અનુસાર 9મી ઓગસ્ટના નાગ પંચમી પર 500 વર્ષ બાદ એક સાથે પાંચ દુર્લભ યોગ બની રહ્યા છે. જેમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ, શનિ પોતાની કુંભ રાશિમાં ગોચર કરતાં કરતાં શશ રાજયોગ, કન્યા રાશિમાં ચંદ્રમા અને રાહુની યુતિથી સમસપ્તક યોગ બનાવશે. આ સાથે આ દિવસે શુભ અને સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ તમામ યોગની અસર જોવા મળશે. ચાલો હવે જોઈએ આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે-

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો શુકનિયાળ રહેશે. આવકમાં જોરદાર વધારો જોવા ણળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. બિઝનેસમાં નફો થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. તમારી ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે.

વૃષભ રાશિના જાતકોને પણ આ સમયગાળામાં લાભ થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. આવકના નવા નવા સ્રોત્ર ઊભા થઈ રહ્યા છે. રોકાણથી લાભ થઈ રહ્યો છે. પરિવારમાં મનમેળ જોવા મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી જોવા મળશે. અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ બૌદ્ધિક અને માનસિક શાંતિ મળી રહી છે.

સિંહ રાશિના જાતકો માટે પણ આ પાંચ રાજયોગ પરિણામો લઈને આવી રહ્યા છે. કામની શૈલીમાં સુધારો જોવા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને એને કારણે તમારી લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. બિઝનેસમાં એક્સ્પાન્શન માટે અમુક પૈસા ખર્ચ કરશો અને એનાથી ફાયદો થઈ રહ્યો છે. મહેનતનું પૂરેપુરું ફળ મળી રહ્યું છે. કુંવારા લોકો માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..