કોલંબો: શ્રીલંકાના કૅપ્ટન ચરિથ અસલંકાએ અહીં ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. મૅચની શરૂઆતમાં આકાશમાં વાદળો નહોતા. એ જોતાં વરસાદની સંભાવના ઘટી ગઈ હતી. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલના સ્થાને રિષભ પંતને અગિયાર ખેલાડીઓની ટીમમાં સામેલ કરાયો છે. પંત 20 મહિને પાછો વન-ડે રમી રહ્યો છે. છેલ્લે તે કાર અકસ્માત પહેલાં નવેમ્બર, 2022માં વન-ડે રમ્યો હતો.
આ પણ વાંચો : ભારત સામે શ્રીલંકા 27 વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું: આજે અંતિમ મૅચ
રિયાન પરાગને વન-ડેમાં પણ ડેબ્યૂ કરવાની તક અપાઈ છે. અર્શદીપ સિંહને ટીમની બહાર રાખીને રિયાન પરાગને ઇલેવનમાં સ્થાન અપાયું છે. ટી-20 સિરીઝમાં રિયાને શ્રીલંકન બૅટર્સને ખૂબ પરેશાન કર્યા હતા.
ભારતે ઇલેવનમાં બે પેસ બોલર (સિરાજ, દુબે)ને અને ચાર સ્પિનર (અક્ષર, વૉશિંગ્ટન, કુલદીપ, રિયાન)ને સમાવ્યા છે.
યજમાન ટીમે ઇલેવનમાં એક ફેરફાર કર્યો હતો. અકિલા ધનંજયાના સ્થાને માહીશ થીકશાનાને ટીમમાં સમાવાયો છે.
પ્રથમ મૅચ ટાઇ ગયા બાદ શ્રીલંકાએ બીજી મૅચ જીતીને 1-0થી સરસાઈ લીધી હતી