પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

‘તમે ભારતનું ગૌરવ છો’ , વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવતા જ પીએમ મોદી થયા એક્ટિવ

કુસ્તીબાજ વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધારે હોવાના કારણે તેને પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ-મેડલ સ્પર્ધામાંથી ગેરલાયક ઠરવામાં આવ્યાના થોડા સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર વિનેશ ફોગાટ માટે એક સંદેશ શેર કર્યો હતો.

વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિય આપતા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે પેરિસ ઓલિમ્પિકમાંથી કુસ્તીબાજ વિનેશ ફોગાટની ગેરલાયકાતના સમાચાર પછી તેઓ જે “નિરાશાની લાગણી” અનુભવી રહ્યા છે તેને શબ્દો વ્યક્ત કરી શકે. વિનેશ, તમે ચેમ્પિયનમાં ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.

આજનો આંચકો દુઃખ આપે છે. તે જ સમયે, હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત પાછા આવો! અમે બધા તમારા માટે રૂટ કરી રહ્યા છીએ,” એમ તેમણે X પર લખ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ IOA પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી હતી અને તેમને આ મુદ્દે ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે જાણકારી માંગી હતી. તેણે વિનેશના કેસમાં મદદ માટે તમામ વિકલ્પો શોધવાનું કહ્યું હતું. તેમણે પી.ટી. ઉષાને વિનંતી કરી હતી કે તે વિનેશને મદદ કરે અને તેની ગેરલાયકાત અંગે સખત વિરોધ નોંધાવે.

વિનેશ ફોગાટ સેમિફાઇનલ મેચમાં ક્યુબાની યુસ્નીલિસ ગુઝમેનને 5-0થી હરાવીને મહિલા કુસ્તીમાં ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી. આખો દેશ વિનેશને અભિનંદન આપી રહ્યો હતો, પણ વડા પ્રધાનની કોઇ પ્રતિક્રિયા આવી નહોતી. સામાન્ય રીતે પીએમ મોદી મેડલ જીત્યા બાદ જ પ્રતિક્રિયા આપતા હોય છે. પણ વિનેશનો મામલો અલગ હતો. વિનેશે કેન્દ્ર સરકાર વિરુદ્ધખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.

ભાજપના નેતા અને કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પણ તેણે લાંબો વિરોધ કર્યો હતો. કુસ્તીની સેમિફાઇનલ મેચમાં વિનેશની જીત બાદ કૉંગ્રેસે પીએમ મોદીને ટોણો મારતા કહ્યું હતું કે, શું પીએમ વિનેશની પહેલા માફી માગશે કે તેને અભિનંદન આપશે. હવે પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ-મેડલ સ્પર્ધામાંથી ગેરલાયક ઠરવામાં આવ્યા બાદ વિનેશને સાંત્વના આપી છે અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપ્યું છે. સાથે સાથે તેમણે વિરોધીઓને જવાબ પણ આપી દીધો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button