Akshay Kumar…તે તો દિલ જીતી લીધું, અભિનેતાનો ભાવ જોઈ ફેન્સ તેના પર વારી ગયા
બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર તેની ફીટનેસ અને શિસ્ત માટ જાણીતો છે. આ સાથે અભિનેતા મિત્રો કે સાથે કામ કરનારાઓની મદદ આવતો હોય છે, પરંતુ આજે તેના ઘર બહારનો એક વીડિયો વાયરલ થયો છે અને તેનો દયાભાવ જોઈને નેટીઝન્સ તેની વાહવાહી કરી રહ્યા છે.
વાત જાણે એમ છે કે અક્ષય કુમારના જૂહુ ખાતેના ઘરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા ઘરની અંદરથી ભોજનની થાળી લઈ બહાર નીકળે છે અન બીજા ગરીબોને બોલાવે છે. ત્યારબાદ વીડિયોમાં અમુક સેકન્ડ્સ માટે માસ્ક પહેરીને ગરીબોને ભોજન આપતો અક્ષય કુમાર દેખાય છે. અક્ષય કુમારે પોતાના ઘરની બહાર જ લંગર શરૂ કર્યું હોવાનો વીડિયો વાયરલ થતાં નેટ યુઝર્સ તેના પર પ્રેમ અને પ્રશંસા વરસાવી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા ઘણા વખતથી બોક્સ ઓફિસ પર કોઈ મેજિક બતાવી શકી નથી. બડે મિયાં છોડે મિયાં, સરફીરા જેવી તેની મહત્વાકાંક્ષી ફિલ્મોને પણ દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો નથી.
હવે તેની ખેલ ખેલ મે ફિલ્મ આવી રહી છે. જોકે ફિલ્મો ફલૉપ જવા અંગે અક્કીએ કહ્યું હતું કે હું મારું કામ કરું છું. ફિલ્મ ફ્લૉપ જાય કે હીટ તેનાથી મને ફરક પડતો નથી. હું જે કામ કરું છું તે મેં મારા દમ પર મેળવ્યું છે. અક્કી અને તેના ફેન્સને હવે એક સારી ફિલ્મની પ્રતીક્ષા છે.