મનોરંજન

રાઘવ-પરિણીતીના લગ્ન પર ઉભો થયો વિવાદ, નેતાએ કહ્યું અઢી લાખની સેલેરીમાં 15 કરોડનો કર્યો ખર્ચ

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી લક્ઝરી હોટલમાં તેમણે ભવ્ય ડેસ્ટીનેશન વેડિંગ કર્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. જો કે જે રીતે તેમના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તેને લઇને એક નેતાએ આકરી ટિપ્પણી કરી વિવાદ ઉભો કર્યો છે.

શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ લગ્ન બાબતે અનેક સવાલ ઊભા કર્યા છે. તેમણે ભગવંત માનને સવાલ પૂછ્યો છે કે, રાઘવ ચઢ્ઢા અઢી લાખ કમાય છે, પરંતુ તેમણે જે સ્થળે લગ્ન કર્યા છે, ત્યાંનું બિલ ઓછામાં ઓછું 10થી 15 કરોડનું હશે. આ લગ્નમાં પંજાબની મશીનરી પણ વેડફાઇ છે. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ મોકલવામાં આવ્યા છે.
સુખબીર સિંહ બાદલે ભગવંત માન સરકાર પર પણ હલ્લો બોલતા કહ્યું હતું કે, ‘પંજાબમાં હવે પાકિસ્તાનની જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પંજાબની GDP 32 ટકા પર લાવ્યા હતા, જે હવે 50 ટકા સુધી પહોંચી ગઈ છે. એક સમય એવો હશે જ્યારે પંજાબ સરકાર પાસે વેતન આપવા માટે પણ પૈસા નહીં હોય.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button