પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

પરાજિત ભારતીય રેસલરના કોચે કોરિયન હરીફ પર કયો ગંભીર આરોપ મૂક્યો?

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં સોમવારે ભારતનો દિવસ ખાસ કંઈ સારો નહોતો અને એમાં મોડે રહી રહીને રેસલર નિશા દહિયા ઈજાને કારણે છેલ્લી ઘડીએ ક્વોર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. જોકે તેના એ પરાજયને લઈને વિવાદ જાગ્યો છે, કારણકે રેસલર્સના રાષ્ટ્રીય કોચ વીરેન્દર દહિયાએ નિશાની ઈજા માટે નોર્થ કોરિયાની હરીફ રેસલર પૅક સૉલ ગુમને જવાબદાર ગણાવી છે.

નિશા દહિયા કુસ્તીની 68 કિલો ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ઉત્તર કોરિયાની પૅક સૉલ ગુમ સામે 8-10થી હારી ગઈ હતી. એક તબક્કે નિશા 8-1થી આગળ હતી, પણ 33 સેકન્ડ બાકી હતી ત્યારે નિશાને જમણા હાથમાં ઈજા થઈ હતી. તે દુખાવા છતાં લડી હતી અને બ્રેકમાં તબીબી સારવાર લીધી હતી, પણ નબળી પડી જતાં કોરિયન હરીફ 11 સેકન્ડમાં ચાર પૉઇન્ટ મેળવીને પછીથી જીતી ગઈ હતી.

આ પણ વાંચો: ‘ભારત સેમિ ફાઇનલ જા રહા હૈ…’ એવું બોલીને કૉમેન્ટેટર ચોધાર આંસુએ રડી પડ્યા!

વીરેન્દર દહિયાએ પીટીઆઇ સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે ‘કોરિયન હરીફ પૅક સૉલે જાણી જોઈને નિશાને ઘાયલ કરી હતી. હું 100 ટકા માનું છું કે નિશાને ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડાઈ હતી. અમે જોયું હતું કે કોરિયન ટીમના એક ખૂણામાંથી એક સંકેત આવ્યો હતો જેને પગલે પૅક સૉલે નિશાના કાંડા નજીકના સાંધા પર જોરદાર ફટકો માર્યો હતો. તેણે નિશાના હાથમાંથી ચંદ્રક જાણે છીનવી લીધો હતો. નિશાએ એ મુકાબલામાં જે રીતે શરૂઆત કરી હતી ત્યારે લાગતું જ હતું કે મેડલ નિશાને જ મળશે, કારણકે નિશા આક્રમકતાથી જવાબ આપવામાં તેમ જ સ્વ-રક્ષણ બન્નેમાં શાનદાર પર્ફોર્મ કરી રહી હતી. નિશાએ એશિયાની ક્વૉલિફાયરમાં એ જ હરીફ (પૅક સૉલ)ને હરાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button