આમચી મુંબઈમહારાષ્ટ્ર

ક્લસ્ટર વિકાસ ઝડપી બનાવવો જોઈએ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ અને થાણે શહેરો બાદ હવે પુણે શહેરમાં પણ ક્લસ્ટર રિડેવલપમેન્ટ યોજના લાગુ કરવાના એંધાણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે નદીના પાત્રમાં અવરોધ સમાન ઈમારતોનું સામાન્ય રીતે રિડેવલપમેન્ટ શક્ય ન હોય તો ક્લસ્ટર રિડેવલપમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને નદીના પાત્રને અવરોધથી મુક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો નિર્દેશ આપ્યો હતો કે ક્લસ્ટર રિડેવલપમેન્ટ બનાવવાની દરખાસ્તો તૈયાર કરવામાં આવે. તેમણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે ક્લસ્ટરના પ્રસ્તાવની સાથે જ પુણેમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાને પણ ઝડપી બનાવવાની આવશ્યકતા છે.

આ પણ વાંચો: પુણેના પૂરના જોખમને કાયમી ધોરણે દૂર કરવા માટે નવી નીતિ બનાવાશે: એકનાથ શિંદે

તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિને ટાળવા માટે નદીઓની વહન ક્ષમતા વધારવી જોઈએ. નદીઓના વહેણમાં આવતી અડચણો દૂર કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં ક્લસ્ટર રિડેવલપમેન્ટ યોજનાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળમાં મંજૂરી આપવામાં આવી હતી અને ત્યાર બાદ મુખ્ય પ્રધાનપદે એકનાથ શિંદે આવ્યા બાદ તેમણે રાજ્યના અન્ય ગીચ શહેરોમાં પણ આ યોજના લાગુ કરવાને લીલી ઝંડી આપી હતી.

હવે પુણેમાં ક્લસ્ટર રિડેવલપમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. તે માટેના પ્રસ્તાવો મગાવવાના નિર્દેશ અધિકારીઓને આપવામાં આવ્યા છે. આવી જ રીતે મુંબઈની એસઆરએ (ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના)ને આધારે પુણેમાં પણ એસઆરએના પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો. હવે આ બંને મહત્ત્વના પ્રોજેક્ટ પુણેમાં લાગુ થતાં શહેરની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા જોવાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button