રેસલર વિનેશ ફોગાટ છેલ્લી પાંચ સેકન્ડમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયનને પછાડીને મુકાબલો જીતી ગઈ!

પૅરિસ: ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક અને આંચકાજનક વિજય મેળવ્યો હતો. તેણે ચાર વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી જાપાનની યુઇ સુસાકીને રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફોગાટે ખાસ કરીને છેલ્લી પાંચ સેકન્ડમાં પર્ફોર્મન્સ ખૂબ સુધારીને સુસાકીને પછાડી હતી.
આ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો 50 કિલો વર્ગમાં હતો જેમાં આ સ્પર્ધાની સર્વોચ્ચ ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુસાકીએ 1-0થી સરસાઈ લીધી હતી. ત્યાર પછી પણ સુસાકી આગળ વધી હતી અને 2-0થી સરસાઈ લીધી હતી.
જોકે પછીથી ફોગાટે આક્રમક મૂડમાં આવીને અને સમજદારીથી સુસાકી પર પ્રભુત્વ મેળવ્યું હતું અને 3-2થી જીતી ગઈ હતી.
સુસાકીએ પોતાની વિરુદ્ધમાં આપવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેની એ ચૅલેન્જને નકારવામાં આવી હતી અને ફોગાટને જ વિજેતા ગણાવવામાં આવી હતી.
આ પણ વાંચો : ચક દે ઈન્ડિયા: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત હૉકીની સેમિ ફાઇનલમાં, હવે મેડલથી એક જ ડગલું દૂર
ફોગાટ અગાઉની બે ઑલિમ્પિક્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી