ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં હિંસાની આગમાં ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝાનું ઘર બળ્યું

ઢાકા: બાંગ્લાદેશ હાલમાં મોટા પાયે અશાંતિ ફેલાયેલી (Unrest in Bangladesh) છે. એકતરફ વચગાળાની સરકાર રચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક પ્રદર્શનકારીઓ તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. ખાસ કરીને ઢાકામાં વ્યાપક હિંસા(Violence in Dhaka) ફેલાઈ છે, શાસક પક્ષના ઘણા રાજકારણીઓના ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓની વિધ્વંશક પ્રવૃતિઓનો ભોગ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝા (Mashrafe Mortaza) પણ બન્યો છે.

બાંગ્લાદેશના પ્રમુખ અખબારના એક અહેવાલ મુજબ, દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગના ખુલના જિલ્લાના નરેલ મતવિસ્તારમાં એક ટોળાએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર મુર્તઝાના ઘરમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી.

હસીનાના રાજીનામા પછી, દેશના વિવિધ ભાગોમાં ટોળાએ સત્તાધારી પક્ષ અવામી લીગના સભ્યોની મિલકતો પર હુમલો કર્યો. પ્રદર્શનકરીઓએ મુર્તઝાના ઘરને નિશાન બનાવ્યું કારણ કે તે નરેલ-2 મતવિસ્તારમાંથી સંસદસભ્ય હતો.

મશરફે મુર્તઝાને બાંગ્લાદેશે અત્યાર સુધીનો શ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. તે ODI ક્રિકેટમાં સૌથી બાંગ્લાદેશનો સૌથી સફળ કેપ્ટન છે, તેની આગેવાની હેઠળ બાંગ્લાદેશની ટીમે 88માંથી 50 મેચ જીતી છે.

મુર્તઝા બાંગ્લાદેશનો ઉત્તાન્મ પેસ બોલર પણ છે. ત્રણેય ફોર્મેટમાં, તેણે 389 વિકેટ ઝડપી છે અને બાંગ્લાદેશ માટે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં શાકિબ અલ હસન પછી બીજા સ્થાને છે. લોઅર ઓર્ડરમાં રમતા તેણે 6 ટેસ્ટ, 220 ODI અને 54 T20I માં 2955 રન બનાવ્યા છે.

મુર્તઝા 2019 માં, નરેલ-2 જિલ્લામાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા, અને તેમણે 2024 ની સામાન્ય ચૂંટણીઓમાં પણ તેમની બેઠક પાછી મેળવી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન