રાજકોટ

મેયરનો લોક દરબાર ખૂદ એક પ્રશ્ન બની ગયો છે.

છેલ્લા 13 દિવસથી રોજ દરેક વોર્ડમાં મેયર તમારે દ્વારા અંતર્ગત લોક દરબાર ભરવામાં આવે છે અને મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા સ્થાનિક કોર્પોરેટર તેમજ દંડક ની હાજરીમાં લોકો તરફથી પ્રશ્નો આવે છે તે નોંધવામાં આવે છે. જેમ જેમ આ લોક દરબાર આગળ વધતો જાય છે તેમ તેમ પ્રશ્નો અને ઉગ્રતા વધતી જાય છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ સક્રિય રીતે આ લોક દરબારમાં પ્રશ્નોનો મારો ચલાવે છે.

ખરેખર રાજકોટ મહાનગરપાલિકા માં લોકોને ઘણી તકલીફ છે ખાસ કરી અને રોડ રસ્તા ગંદકીનું સામ્રાજ્ય અવધ બાંધકામ ટ્રાફિક સમસ્યા જેવા અનેક પ્રશ્નો લોકો રજૂઆત કરે છે અને બે કલાકના સમયમાં હવે તો ફરિયાદ નોંધ એટલો હોય છે કે કાર્યક્રમ પૂરો થતો નથી અને સમયના પાબંધ કોર્પોરેટરો લોકોને જલ્દી જલ્દી બોલી અને પ્રશ્નો રજૂ કરવા માટે કહે છે જેનાથી અસંતોષ ફેલાય છે અને છેલ્લે અંધાધુંધી ના વાતાવરણમાં લોક દરબાર પડી ભાંગે છે.

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયા ની નિયુક્તિ

ભાજપની હાલત સાથે છછુંદર ગળ્યા જેવી થઈ છે. જાહેર કરેલો કાર્યક્રમ અધવચ્ચે થી બંધ પણ કરી શકાય એવું નથી અને લોકોના પ્રશ્નો એટલા બધા છે કે સમસ્યાનું નિવારણ ઓછા સમયમાં શક્ય પણ નથી. પ્રશ્નો માથાના દુખાવા સમા લાગે છે.
આવતીકાલે 14 નંબરના બોર્ડમાં લોક દરબાર ભરાવવાનો છે.

કોંગ્રેસે પણ તેમના તમામ કાર્યકરોને કામે લગાડી અને પ્રશ્નો લેખિતમાં બે નકલમાં રજૂ કરવા માટે જણાવી દીધું છે આમ દિવસે દિવસે વાતાવરણ રાજકીય રંગ પકડતું જાય છે. આજના લોક દરબાર મેયર તમારે દ્વાર માં મેયર જ ગેરહાજર રહ્યા હતા કારણ કે તેઓ ગાંધીનગર મીટીંગમાં ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન