લોહીથી લથબથ બૉબી દેઓલનો આ ચહેરો તમે જોયો?
આજકાલ ફિલ્મોના ફર્સ્ટ લૂક કે પહેલા પોસ્ટરની પણ ફેન્સ રાહ જોતા હોય છે. ફર્સ્ટ લૂક રીલિઝ થાય તે પરથી પણ ફિલ્મ અને જે તે કલાકારના રોલનો અંદાજ લગાડવામાં આવતો હોય છે. ફિલ્મ એનિમલના હીરો રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને અનિલ કપૂરના લૂક બાદ હવે વિલન બૉબી દેઓલનો લૂક વાયરલ થયો છે. બૉબીનેલગભગ આવા લૂકમાં પહેલા ક્યારેય જોવા ન મળ્યો હોય તેમ બને. દર્શકો તેના લૂક જોયા બાદ ફિલ્મની રાહ જોઈ રહ્યા હોવાની કૉમેન્ટ્સ પણ કર રહ્યા છે.
તાજેતરમાં, નિર્માતાઓએ એક પછી એક ફિલ્મની સમગ્ર કાસ્ટનો લુક જાહેર કર્યો છે. રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને હવે બૉબી દેઓલના પોસ્ટર બહાર આવ્યા છે. પોસ્ટરમાં તે લોહીથી લથબથ જોવા મળી રહ્યો છે.
અભિનેતા બૉબી દેઓલ અને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ તેમના સોશિયલ મીડિયા પર ફિલ્મ દુશ્મનનું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં બૉબી દેઓલનો ઇન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે. તેના મોઢા પર માત્ર લોહી જ દેખાય છે.
પોસ્ટર બહાર આવતાની સાથે જ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રી તનિષા મુખર્જીએ પણ બૉબીના લુકના વખાણ કર્યા હતા. ઘણા યુઝર્સે દેઓલને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પહેલા દેઓલ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો.
ફિલ્મના પ્રી-ટીઝર પંજાબી સંગીતથી શરૂ થાય છે. લોકોએ મોઢા પર સોનેરી રંગના માસ્ક પહેર્યા છે. રણબીર હાથમાં કુહાડી લઈને લોકોને મારતો જોવા મળે છે. તેણે સફેદ કુર્તો અને પાયજામા પહેર્યો છે. રણબીર કપૂર આ પહેલા આટલા ખતરનાક અંદાજમાં જોવા મળ્યો નથી.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છે. તેણે ‘કબીર સિંહ’ બનાવી, જે 2019માં બનેલી સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે આ ફિલ્મમાં શું જાદુ કર્યો છે.