ઇન્ટરનેશનલ

Bangladesh Unrest: શેખ હસીનાની સરકાર પાડવામાં પાકિસ્તાનનો હાથ? અહેવાલમાં દાવો

ઢાકા: બાંગ્લાદેશમાં હાલ રાજકીય અશાંતિ(Bangladesh political unrest) નો માહોલ છે, એક મહિના પહેલા સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમના વિરોધમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિરોધ શરુ કર્યો હતો. શેખ હસીના (Sheikh Hasina) અને શાસક અવામી લીગ પક્ષે આંદોલનને દબાવવા પ્રયત્નો કરતા આંદોલન હિંસક બન્યું હતું. વિદ્યાર્થીઓની જાનહાનિ બાદ સોમવારે પ્રદર્શનકારીઓએ રાજધાની ઢાકા તરફ કૂચ કરી હતી, જેને કારણે શેખ હસીનાને વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડવાની ફરજ પડી હતી. બાંગ્લાદેશમાં વ્યાપેલી અશાંતિ પાછળ પાકિસ્તાનનો પણ હાથ હોવાના અહેવાલો વહેતા થયા છે.

અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની વિદ્યાર્થી પાંખ છાત્ર શિબીરને પાકિસ્તાનની ISI દ્વારા મદદ આપવામાં આવી હતી. છાત્ર શિબીરના સભ્યોએ આ આંદોલનો અને રાજકીય ચળવળમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનની સેના અને ISIનો હેતુ વડાપ્રધાન શેખ હસીનાની સરકારને અસ્થિર કરવાનો અને વિરોધ પ્રદર્શન અને હિંસા દ્વારા વિપક્ષ BNPને સત્તામાં લાવવાનો છે.

હસીના સરકારને નબળી પાડવાના ISIના પ્રયાસો નવા નથી. વર્તમાન કટોકટીમાં પશ્ચિમી દેશો સમર્થિત NGOની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.

ઢાકામાં પાકિસ્તાનના હાઈ કમિશને પાકિસ્તાની વિદ્યાર્થીઓને બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવા કહ્યું છે.

ઢાકામાં પાકિસ્તાનના હાઈ કમિશને કહ્યું કે તે બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને પાકિસ્તાની નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છે.

હાઈ કમિશનના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં અભ્યાસ કરી રહેલા 144 પાકિસ્તાની વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના પાકિસ્તાન જઈ ચૂક્યા છે, આગામી થોડા દિવસોમાં કેટલાક વધુ વિદ્યાર્થીઓ પાકિસ્તાન જવાના છે. જ્યારે બાંગ્લાદેશમાં રહી ગયેલા કેટલાક વિદ્યાર્થીઓ હાઈ કમિશન સુધી પહોંચી ગયા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button