મનોરંજન

Abhishek Bachchanએ કર્યા Divorce Confirm, કહ્યું કે હું અને Aishwarya…

છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે ત્યાં હવે સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થતાં જ ખળભળાટ મચી ગયો છે.

આ વીડિયોમાં અભિષેક બચ્ચન ડિવોર્સ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે અને તે કહેતો સાંભળવા મળી રહ્યો છે કે તેણે અને ઐશ્વર્યાએ જુલાઈ મહિનામાં ડિવોર્સ લેવાનું નક્કી કર્યું છે. આ વીડિયો જોતાં એવું લાગી રહ્યું છે કે અભિષેક પ્રેસ સાથે વાત કરી રહ્યો છે. આ વાઈરલ વીડિયો જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા, પરંતુ થોડાં ખાંખા-ખોળા કર્યા બાદ કંઈક અલગ જ સ્ટોરી સામે આવી છે. ચાલો તમને એ ઈનસાઈડ સ્ટોરી વિશે જણાવીએ-

ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો અભિષેક બચ્ચને માત્ર પોતાના ડિવોર્સની વાત જ નહોતી કરી, પણ પોતાનું દર્દ પણ લોકો સામે રજૂ કરતો જોવા મળી રહ્યો છે. આગળ અભિષેક એવું કહેતો જોવા મળે છે કે મેં અને ઐશ્વર્યાએ જુલાઈ મહિનામાં જ છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Amitabh Bachchan પર આખા ભારતને ગર્વ છે… Jaya Bachchanને કહ્યું Sorry મને ખબર નહોતી…

આ વીડિયોની એક્યુરસી ચેક કરવામાં આવી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ વીડિયો એઆઈનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જ પણ આ વીડિયો ડીપફેક હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. જોકે, આ વીડિયો બનાવટી હોવાનું જાણવા મળતાં જ યુઝર્સે ગુસ્સે ભરાયા છે. વીડિયો બનાવનારની લોકોએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે આ વીડિયો ડબ કરાયેલો છે, કારણ કે અભિષેકની લિપસિંક અને ઓડિયો મેચ નથી થઈ રહ્યા. બીજા એક યુઝરે લખ્યું છે કે લોકો પબ્લિસિટી મેળવવા માટે કેટલા નીચે જઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ઐશ્વર્યા અને અભિષેકના વણસેલા સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એમાં પણ અનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ અલગ એન્ટ્રી લીધા બાદથી તો બંનેના ડિવોર્સની વાતો જોરશોરથી થઈ રહી છે. આ બધા વચ્ચે અભિષેકનો ડીપ ફેક વીડિયો વાઈરલ થતાં ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button