ઇન્ટરનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ઈલોન મસ્કનો મોટો નિર્ણય, સાન ફ્રાન્સિસ્કોમાં Xની ઑફિસને તાળું મારવામાં આવ્યું

સાન ફ્રાન્સિસ્કો: બે વર્ષ પહેલા બિલિયોનેર ઈલોન મસ્કે(Elon Musk) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર(Twitter) ટેક ઓવર કરી લીધા બાદ પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે, હવે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તરીકે ઓળખાય છે. એવામાં ઈલોન હવે ઈલોન માસ્ક સાન ફ્રાન્સિસ્કોમાં આવેલી Xની ઑફિસ (San Francisco office)બંધ કરવા જઈ રહ્યા છે, જ્યાં 2006 માં ટ્વિટરની સ્થાપના થઇ હતી. એક મીડિયા અહેવાલ મુજબ X કર્મચારીઓને સેન જોસ અને પાલો અલ્ટોમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, કારણ કે કંપની તેની કામગીરીમાં વ્યાપક ફેરફાર કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટમાં ઈમેલ ટાંકવામાં આવ્યો હતો જેમાં X CEO લિન્ડા યાકારિનોએ માર્કેટ સ્ટ્રીટ ઓફિસને બંધ કરવાની જાહેરાત કરી હતી.

ઈલોન મસ્કે અગાઉ સાન ફ્રાન્સિસ્કોના કલ્ચર અને રાજકીય વાતાવરણ સાથે અગાઉ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કંપની ગવર્નર ગેવિન ન્યૂસમ હેઠળના શહેર અને કેલિફોર્નિયા રાજ્યના કાયદાથી અસંતુષ્ટ છે.

આ પણ વાંચો :ગૂગલને મોટો ફટકો: અમેરિકાની કોર્ટે ગૂગલને મોનોપોલિસ્ટ ગણાવ્યું, જાણો શું છે મામલો

એલોન મસ્કે અગાઉ સંકેત આપ્યો હતો કે X તેનું મુખ્ય મથક ટેક્સાસમાં સ્થાનાંતરિત કરશે. અગાઉ, કંપનીએ તેની સાન ફ્રાન્સિસ્કો ઓફિસની 460,000 ચોરસ ફૂટ જગ્યા લીઝ માટે આપી હતી.

આ સાથે ફ્રાન્સિસ્કો માટે એક યુગનો અંત આવ્યો છે, જ્યાં બે દાયકા પહેલા અહીં જ ટ્વિટર શરૂ થયું હતું. ટ્વિટરની માર્કેટ સ્ટ્રીટ ઓફિસ સહીત ઘણી ટેક કંપનીઓનોને ખાસ ટેક્સ બ્રેક્સનો લાભ મળ્યો હતો. સાન ફ્રાન્સિસ્કો હાલમાં મુખ્ય યુએસ મેટ્રો વિસ્તારોમાં સૌથી વધુ ઓફિસ-વેકેન્સી રેટ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button