આપણું ગુજરાતગાંધીનગર

વન વિભાગમાં બીટ ગાર્ડના આંદોલનકારીઓની વહેલી સવારે ગાંધીનગર પોલીસે અટકાયત કરી

ગાંધીનગરઃ ગુજરાતના વન વિભાગ દ્વારા લેવાયેલી પરીક્ષા અને ભરતી મામલે ઉમેદવારોમાં અસંતોષ જાગ્યો છે અને તેમાંના અમુક ઉમેદવારો ગઈકાલથી ગાંધીનગર ખાતે ધરણા ધરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લામાં સૂતા હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી ત્યારે આજે સવારે ગાંધીનગર પોલીસે તેની અટકાયત કરી હોવાથી વાદ-વિવાદો સર્જાયા છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર બે દિવસ અગાઉ CBRT (Computer Based Recruitment Test) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે બીટ ગાર્ડના ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં સીબીઆરટી પધ્ધતિ દૂર કરવા સહિતની માગણીઓ સાથે ગાંધીનગરના સેક્ટર 11ના રામ કથા ગ્રાઉન્ડમાં ધરણાં માટે બેઠા હતા. ગાંધીનગરમાં પરમિશન વગર આંદોલન કરી રહેલા 100 જેટલા આંદોલનકારીઓને ગાંધીનગર પોલીસ દ્વારા આજે વહેલી સવારે જ ડિટેન કરી લેવામાં આવ્યા છે.

CBRT પરીક્ષા પદ્ધતિને કારણે ઉમેદવારોને અન્યાયના આક્ષેપો

ગુજરાતમાં વનવિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8થી 27મી ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં 823 પદ માટે આઠ લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં CBRT (Computer Based Recruitment Test) પરીક્ષા પદ્ધતિને કારણે ઉમેદવારોને અન્યાય થયો હોવાની વાત બહાર આવી હતી. જેના કારણે ઉમેદવારોએ સરકાર સામે રાજ્યભરમાં મોરચો માંડ્યો હતો અને આવેદનપત્રો અને રજૂઆતોની શરૂઆત કરી દીધી હતી. આ ઉમેદવારો સોમવારે ગાંધીનગર સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાનમાં એકઠા થયા હતા.

રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓને પણ મેદાન પર ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કે મામલતદાર દ્વારા આ ઉમેદવારોને રામ કથા મેદાનમાં આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી આદેશ ન હોવાથી પોલીસ કાર્યવાહી કરી ન હતી.

ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્ય ભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશા આપવામાં આવ્યા હતા. રાત્રિભર ઉમેદવારો ખુલ્લા મેદાનમાં વરસાદી માહોલમાં સૂઈ રહ્યા હતા. દરમિયાન આજે સવારે પોલીસનો કાફલો મેદાન ઉપર પહોંચી મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા અને પોલીસના વાહનોમાં મગોડી ખાતે આવેલા રાજ્ય અનામત પોલીસ અનામત દળ (STATE RESERVE POLICE FORCE) ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે ઊમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા, ફોરેસ્ટ, CCE (Continuous and Comprehensive Evaluation), સબ ઓડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા બહાર આવ્યા છે. સરકાર કે સંબંધિત વિભાગ તરફથી આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન 100 વર્ષ બાદ આટલી બદલાઈ જશે Indian Railway, ફોટો જોઈને ચોંકી ઉઠશો