અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળક ડૂબ્યાંઃ બાળકોની મસ્તી કે તંત્રનો વાંક

અમદાવાદઃ શહેરમા છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ક્યાક ધીમે તો ક્યાક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના પુર્વ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા છે. તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. તળાવની ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. તેમાં વરસાદનું પાણી ભરાતા બાળકો નાહવા ગયા હતા. ત્રણેય મૃતદેહોને એસવીપી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતાં.

શ્રમિક પરિવારના ત્રણ બાળકોના મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં આવેલા ઇસનપુરના ચંડોળા તળાવની હાલમાં ડેવલપમેન્ટ વિકાસ કામગીરી ચાલી રહી છે. જ્યાં વરસાદનું પાણી ભરાયેલું હોવાથી તળાવ પાસે રહેતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો નાહવા ગયા હતા. આ દરમિયાન પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ પાણીમાંથી ત્રણેય બાળકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે, ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન આ બનાવ અંગે ઇસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ ધરી છે.

ખાડા ખોદવાની લાપરવાહીથી આ થયું છેઃ પરિવારજનો આક્ષેપ

પરિવારજનોએ મીડિયા સમક્ષ બે હાથ જોડી જણાવ્યું હતું કે, ચંડોળા તળાવની અંદર ખાડા ખોદવાથી અમારાં બાળકો રમતાં રમતાં તેમાં પડી ગયાં હતાં. અમને તમે ન્યાય અપાવો. ત્યાં કોઈ ધ્યાન આપવાવાળું નથી. એક નહીં ત્રણ-ત્રણ છોકરાનો સવાલ છે. હજુ આગળ કેટલા છોકરા ખાડામાં પડે એ કોને ખબર. આ ઘટના ખાડા ખોદવાની લાપરવાહીથી બની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન 100 વર્ષ બાદ આટલી બદલાઈ જશે Indian Railway, ફોટો જોઈને ચોંકી ઉઠશો