ગૂગલને મોટો ફટકો: અમેરિકાની કોર્ટે ગૂગલને મોનોપોલિસ્ટ ગણાવ્યું, જાણો શું છે મામલો

કોલંબિયા: કોઈ પણ અજાણી બાબત અંગે માહિતી મેળવવા માટે ‘ગૂગલ કરી લો’ વાક્ય સમાન રીતે વપરાતું થઇ ગયું છે, જે સૂચવે છે કે ગૂગલ આપણા જીવનનું અનિવાર્ય પાસું બની ગયું છે. એવામાં એવું સાબિત થયું છે કે ગોગલે સર્ચ એન્જીન ક્ષેત્રમાં ગેરકાયદે એકાધિકાર (Google illegal monopoly case) મેળવ્યો છે, અમેરિકાની કોર્ટે આ અંગે મહત્વનો ચુકાદો આપ્યો હતો. અમેરિકાના કોલંબિયા ડિસ્ટ્રિક્ટ જજ જસ્ટિસ અમિત પી મહેતાએ એન્ટીટ્રસ્ટ કેસમાં કહ્યું કે ગૂગલ મોનોપોલિસ્ટ છે. આ ચુકાદાને પગલે ગુગલને મોટો ફટકો પડ્યો છે, ચુકાદા બાદ ગુગલની પેરેન્ટ કંપની અલ્ફબેટના શેર 4.5 ટકા તૂટ્યા હતા.
કોલંબિયા ડિસ્ટ્રિક્ટ જજે 277 પાનાના ચુકાદામાંમાં કહ્યું હતું કે, “ગુગલ મોનોપોલિસ્ટ છે.” આનો અર્થ એ થયો કે ગૂગલે સર્ચ બિઝનેસ પર ગેરકાયદે એકાધિકારનો મળવ્યો છે. આગળના તબક્કામાં લાંબી કાનૂની કાર્યવાહી અને અપીલોનો સમાવેશ થઈ શકે છે, આ કેસ સંભવિતપણે 2026 સુધી ચાલી શકે છે.
યુએસ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે આ ચુકાદાને મહત્વની જીત ગણાવતા કહ્યું કે કોઈપણ કંપની કાયદાથી ઉપર નથી. વ્હાઇટ હાઉસે પણ આ નિર્ણયને સ્પર્ધાની જીત તરીકે આવકાર્યો હતો.
ગૂગલે ચુકડા અંગે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ નિર્ણય સ્વીકારે છે કે Google શ્રેષ્ઠ સર્ચ એન્જિન ઓફર કરે છે, પરંતુ નિષ્કર્ષ પર આવે છે કે અમને તેને સરળતાથી ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં,”
આ ચુકાદાને પગલે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 4.5 ટકાનો ઘટાડો થયો હતો.. 2023માં આલ્ફાબેટના કુલ વેચાણમાં Google Ad નો ફાળો 77 ટકા હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના વહીવટીતંત્ર દ્વારા આ કેસ શરૂ કરવામાં આવ્યો, આ કેસ મોટી ટેક કંપની સામે પ્રથમ એન્ટી ટ્રસ્ટની કાર્યવાહી છે. એમેઝોન, સેમસંગ અને એપલ સામે સમાન મુકદ્દમા દાખલ કરવામાં આવ્યા.
યુએસ જસ્ટીસ ડિપાર્ટમેન્ટ અને રાજ્યોએ ગુગલ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ એપલ અને સેમસંગ જેવી અન્ય કંપનીઓને તેમના સ્માર્ટફોન અને વેબ બ્રાઉઝર પર સર્ચ ક્વેરી ઓટોમેટિકલી હેન્ડલ કરવા માટે દર વર્ષે ગેરકાયદેસર રીતે અબજો ડોલર ચૂકવે છે.
ન્યાય વિભાગે કહ્યું કે ગૂગલના સર્ચ એન્જિને લગભગ 90 ટકા વેબ સર્ચ કર્યું છે. એપલના સફારી અને મોઝિલાના ફાયરફોક્સ જેવા બ્રાઉઝર પર ગૂગલને ઓટોમેટિક સર્ચ એન્જિન તરીકે સેટ કરવા માટે કંપની વાર્ષિક અબજો ડોલરનો ખર્ચ કરે છે. ગૂગલ સર્ચ એન્જિન દ્વારા વાર્ષિક અબજો ડોલરનો નફો કમાય છે. એક રિપોર્ટ અનુસાર, ગૂગલે 2021માં એપલને ડિફોલ્ટ સર્ચ એન્જીન માટે અંદાજે $18 બિલિયન ચૂકવ્યા હતા.