આપણું ગુજરાત

ગુજરાતમાં Chandipura Virus ના કુલ 157 કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus) કુલ 157 શંકાસ્પદ કેસ છે. હાલ ચાંદીપુરા વાઈરસથી અસરગ્રસ્ત 20 દર્દી દાખલ છે અને 69 દર્દીને રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 59 કેસ પોઝીટીવ છે. શંકાસ્પદ કુલ દર્દીઓમાં સાબરકાંઠાના 16, અરવલ્લીના, મહીસાગરના ચાર, મહેસાણામના 10, રાજકોટના સાત, સુરેન્દ્રનગરના પાંચ, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરના ચાર, પંચમહાલમના 16, જામનગરના, મોરબીના છ કેસનો સમાવેશ થાય છે.

મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી

આરોગ્યની ટીમ દ્વારા અત્યાર સુધી પોઝીટીવ તથા શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તથા આજુબાજુના વિસ્તારના ઘરો મળીને કુલ 52,125 ઘર ખાતે સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ 7,38,865 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે.

શાળામાં સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવી

જ્યારે કુલ 1,49,416 કાચા ઘરોમાં સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવી છે. દરમિયાન કુલ 30,153 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગ અને કુલ 6,988 શાળામાં સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવી છે. અને કુલ 34,979 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ તથા કુલ 7,026 આંગણવાડી સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button