તરોતાઝા

ડાયાબિટીસમાં પગની સારવાર

ડાયાબિટીસમાં પગમાં દુખાવો થવો એ મોટી વાત નથી, પરંતુ આવા કિસ્સાઓમાં પગની સંભાળ ખૂબ જ જરૂરી છે. તેમાં પણ ચોમાસાની મોસમમાં ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી પડે છે, કારણ કે આ સિઝનમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઘણો વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેમને આ સિઝનમાં સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવે છે. બીજું, આ ઋતુમાં શરીરમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે, પછી શરીરનાં અંગોમાં નાના-મોટા ઘા કે ફંગસ થવા લાગે છે, જે ઘણીવાર ગંભીર સ્વરૂપ લઈ લે છે.

ડાયબિટીસને કારણે ઘણા લોકોના પગમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઇ શકતું નથી, જેના કારણે તેમનું શરીર ઈન્ફેક્શન સામે યોગ્ય રીતે લડી શકતું નથી.

ઘણીવાર નાની ઈજાને પણ સાજા થવામાં ઘણો સમય લાગે છે. આ પગના રજજુને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે દર્દીને કળતર, બળતરા, હાથ-પગમાં સુન્નતા, પગમાંથી ચપ્પલ દૂર થઈ ગયા છે તે ખ્યાલ ન આવે વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આને ડાયાબિટીક ન્યુરોપથી કહેવામાં આવે છે. જો ઇન્ફેક્શન વધી જાય તો પગમાં ગેંગરીન થવાનું જોખમ રહે છે, જેમાં ઘણીવાર શરીરનો એક અંગ કાપવો પણ પડી શકે છે. ડાયાબિટીસની યોગ્ય સારવાર ઉપરાંત, ડાયાબિટીસ ધરાવતા લોકોએ સ્વાસ્થ્ય વીમા યોજના પણ ખરીદવી જોઈએ. તે તમને આર્થિક રીતે મજબૂત રાખે છે.

ડાયાબિટીસ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. અશોક કુમાર ઝિંગન કહે છે કે જો ભેજવાળા હવામાનમાં કાળજી લેવામાં ન આવે તો આ ઘા સંક્રમિત થઈ જાય છે, જેના કારણે ચેપ ફેલાઈ શકે છે. જેના કારણે પગ લાલ થઈ જાય છે, સોજી જાય છે અને ક્યારેક દર્દીને તાવ પણ આવી જાય છે.

મેરીગો એશિયા હોસ્પિટલ્સના એચપીબી સર્જરી વિભાગના ડાયરેક્ટર ડો. બાલ કિશન ગુપ્તા કહે છે કે ઈન્ફેક્શનથી બચવા માટે રાત્રે સૂતા પહેલા પગને નવશેકા પાણીથી ધોવા જરૂરી છે. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ, ટુવાલથી લૂછી લો અને પછી કોલ્ડ ક્રીમ લગાવો અથવા નાળિયેર તેલથી માલિશ કરો.

ઈન્ડિયા એપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ વેસ્ક્યુલર સર્જન ડો. જયસોમ ચોપડા કહે છે કે ડાયાબિટીસને કારણે જ્યારે પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી ત્યારે શરીર ઈન્ફેક્શન સામે યોગ્ય રીતે લડી શકતું નથી. આ રોગને કારણે, પગમાં ઘા, ચામડીના રંગમાં ફેરફાર, પીડા, લાલાશ અને પગમાં સોજો આવી શકે છે, જે પાછળથી પગના અલ્સરનું સ્વરૂપ લઈ શકે છે.
આ બાબતોનું ધ્યાનમાં રાખવું
જરૂરી છે

  • ભીના બૂટ કે ચપ્પલ ન પહેરો કારણ કે તેને કારણે ઇન્ફેક્શન થઈ
    શકે છે.
  • વરસાદના પાણીમાં જવાનું ટાળો. જો તમે બહાર જાઓ, તો ઘરે આવ્યા પછી તમારા પગને સાબુથી ધોઈ લૂછી લો. પગ ભીના રાખવાથી ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખુલ્લા પગે ચાલવાનું ટાળો કારણ કે આમ કરવાથી પગમાં ઈજા થઈ શકે છે.
  • નિયમિત કસરત કરો. કસરત કરવાથી પગમાં રક્ત પરિભ્રમણ વધે છે અને ચેપનું જોખમ ઘટી જાય છે.
  • તમારા બ્લડ શુગરનું લેવલ નિયમિતપણે તપાસતા રહો.
  • સંપૂર્ણપણે બંધ ફૂટવેર ન પહેરો. હવાની અવરજવર થઈ શકે એવા ફૂટવેર પહેરો. સિન્થેટિક મટિરિયલથી બનેલા જૂતા પહેરવાનું ટાળો.
  • રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાકનું સેવન અધિક પ્રમાણમાં કરવું.
  • જો તમારી ત્વચામાં નજીવો કાપો કે ફોલ્લો પણ થાય તો તમારા ડાયબિટીસ ડોક્ટરને મળો.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન 100 વર્ષ બાદ આટલી બદલાઈ જશે Indian Railway, ફોટો જોઈને ચોંકી ઉઠશો ભીંડાનું પાણી પીવાના ફાયદા