પૂર્વ ચીફ સીટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરેથી કોર્પોરેશનની ફાઈલો મળી આવવાનો મામલો

રાજકોટ: બે દિવસ પહેલા સ્વૈચ્છિક રાજીનામું મુકનાર એન્જિનિયરિંગ અલ્પના મિત્રા ગફલતમાં રહી ગયા છે કે કોઈએ ફસાવ્યા છે તે હાલ ચર્ચા નો મુખ્ય વિષય છે. કોર્પોરેશનમાં નોકરી દરમિયાન તેમનું વ્યક્તિત્વ કાયમ શંકા ના દાયરામાં અને ચર્ચાસ્પદ રહ્યું છે. આજે તેમના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન કોર્પોરેશનની કેટલીક ફાઈલો મળી આવી હતી.
સમગ્ર મામલે અલ્પના મિત્રાએ મીડિયામાં નિવેદન આપ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ મારા ઘરે આવીને કોર્પોરેશનની ફાઈલ મૂકી ગયા હતા. આ વાત લોકોને ગળે ઉતરતી નથી કારણ કે જો તમને ખબર હતી કે કોઈ અજાણી વ્યક્તિ તમારા ઘરે ફાઈલ મૂકી ગઈ છે તો તાત્કાલિક ફરિયાદ કેમ ના કરી? નીચે તેમના પતિની હોસ્પિટલ હોય સીસીટીવી કેમેરા પણ હશે તો તેના ફૂટેજ પરથી પણ નક્કી થઈ શકે.
મારા ઘરે માત્ર મારા સાસુ હાજર હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઈલો મૂકી ગયા હતા.
પોટકામાં કયા વિભાગોની ફાઈલ છે તેની પણ મને ખબર નહોતી. હું તેમજ બાંધકામ શાખાના મેનેજર ભૂમિ પરમાર સાથે જ મારા ઘરે પહોંચ્યા હતા.
ડેપ્યુટી ઇજનેરનો ત્રણ-ચાર દિવસથી ફોન હતો કે પંપીંગ સ્ટેશન બાબતના કાગળો સર્ટિફાઇડ કરી આપો. પરંતુ મેં ડેપ્યુટી ઇજનેરને કહ્યું હતું કે હવે હું કોર્પોરેશનમાં નથી તમે કમિશનરને કહો અલ્પના મિત્રાના નિવાસ્થાને ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના પતિની હોસ્પિટલ પણ આવેલી છે
હોસ્પિટલના પ્રથમ માળે અલ્પના મિત્રાનું ઘર આવ્યું છે ત્યારે અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઈલ કઈ રીતે અલ્પના મિત્રાના ઘરે મૂકી જાય તે સૌથી મોટો સવાલ છે. ટૂંક સમયમાં મોટા ધડાકા થવાની સંભાવના દેખાઈ રહી છે. અલ્પના મિત્રોનું ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલતી હોવા છતાં રાજીનામું મંજૂર થવું ગળે ન ઊતરે એવી વાત છે.કાયદાકીય રીતે મંજૂર થઈ શકે પરંતુ સામાન્ય સંજોગોમાં જે ડિપાર્ટમેન્ટમાં ઇન્કવાયરી ચાલતી હોય તો તે કર્મચારીનું રાજીનામું મંજૂર થતું હોતું નથી.
ઘણા પ્રશ્નો છે આવનારા દિવસોમાં નવાજૂની ના એંધાણ વર્તાઈ રહ્યા છે.