રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન.

સ્થૂળતા વધારવા માટે આપણી જીવનશૈલીની કેટલીક ખોટી આદતો જ જવાબદાર હોય છે આપણે આજે આવી ખોટી આદતો વિશે જાણીએ.

રાત્રે હેવી ડિનર લેવાથી શરીરમાં વધારાની કેલરી જમા થાય છે, જે તમને મેદસ્વિતા તરફ દોરી જાય છે.

મોડી રાત્રે જમવાથી ખોરાકને પચવા માટે પૂરતો સમય મળતો નથી, જેના કારણે  શરીરમાં ચરબી જમા થવા લાગે છે.

 રાત્રે મીઠી વસ્તુઓનું વધારે પડતું સેવન કરવાથી શરીરના વજન અને પેટની ચરબીમાં વધારો થાય છે.

જો તમે પણ મોડી રાત સુધી જાગતા રહીને ચીપ્સ નુડલ્સ અને કોલ્ડ્રિંક્સ વગેરેનું સેવન કરો છો તો આજે જ બંધ કરી દેજો કારણ કે તેના કારણે શરીરમાં ચરબી વધે છે

રાત્રિ ભોજનમાં સોડિયમ (મીઠુ-નમક)ની માત્રા વધુ હોવાને કારણે પણ પેટ ફૂલે છે અને વજન વધવાની સમસ્યા થાય છે

કેટલાક લોકો વજન ઘટાડવા માટે રાતનું ડિનર છોડી દે છે, પરંતુ આમ કરવાથી શરીરનું મેટાબોલિઝમ બગડી શકે છે અને ચરબી વધી શકે છે.

 રાતના સમયે આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં ચરબી જમા થાય છે, જેના કારણે વજન વધી શકે છે

રાત્રે પૂરતી ઊંઘ ના લેવાથી હોર્મનલ અસંતુલન થાય છે, જેનાથી વજન અને ચરબી વધે છે.