સ્પેશિયલ ફિચર્સ

IOCના સભ્ય Nita Ambani અને Tina Ambani વચ્ચે છે એવા સંબંધો કે…

દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) સાથે આખો પરિવાર દરરોજ કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે જ છે. નીતા અંબાણી એક બેસ્ટ સાસુ છે એ વાત તો આપણે જાણીએ જ છીએ, પણ શું તમને ખબર છે નીતા અંબાણીના તેમની દેરાણી ટીના અંબાણી (Tina Ambani) સાથે કેવા સંબંધ છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ-

નીતા અંબાણી અને ટીના અંબાણીની પર્સનલ લાઈફ ક્યારેય પબ્લિકમાં નથી આવી અને બંને જણ પોતાના રિલેશનને પર્સનલ જ રાખવાનું પસંદ કરે છે. ખૂબ જ એવા ઓછા મોકા હોય છે તે જ્યારે બંને જણ એક સાથે દેખાયા હોય કે પછી બંને જણ વચ્ચેના સંબંધ વિશેની કોઈ માહિતી સામે આવી હોય. આજે તમને આ જેઠાણી-દેરાણી વચ્ચે કેવું ટ્યૂનિંગ છે એનાથી રૂબરૂ કરાવીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન સમયે આખો અંબાણી પરિવાર લાઈમલાઈટમાં છવાયેલો હતો. વાત કરીએ નીતા અને ટીનાના સંબંધની તો બંનેની ઉંમર વચ્ચે સાત વર્ષનો તફાવત છે. નીતા અંબાણીની ઉંમર 60 વર્ષની છે તો ટીના અંબાણીની ઉંમર 67 વર્ષની છે. બંને આજની તારીખમાં જ્યારે પણ પબ્લિકમાં આવે છે ત્યારે એકદમ ઈમ્ર્પેસિવ લૂકમાં જોવા મળે છે. પાર્ટી હોય કે કોઈ પણ ઈવેન્ટ બંનેનો લૂક એકદમ પરફેક્ટ હોય છે.

આ પણ વાંચો: Nita Ambani નહીં પણ આ મહિલા સાથેની Mukesh Ambaniની સેલ્ફીની ચર્ચા પડોશી દેશ Pakistanમાં?

એ વાત તો બધા જ જાણે છે કે અંબાણી પરિવારના નાના વહુરાણી એટલે કે ટીના અંબાણી લગ્ન પહેલાં એક્ટ્રેસ હતા અને તે અંબાણી પરિવારની એક માત્ર એવી વહુ છે કે જેનો સંબંધ ફિલ્મો સાથે રહ્યો હોય. વાત કરીએ નીતા અંબાણીની તો નીતા અંબાણી લગ્ન પહેલાં એક ટીચર તરીકે નોકરી કરતાં હતા અને તેમની બહેન તો આજે પણ ટીચર તરીકે કામ કરે છે.

અનિલ અંબાણી સાથે લગ્ન બાદ ટીના મુનિમે એક્ટિંગને અલવિદા કહ્યું અને ત્યાર બાદ તેમણે પતિ અનિલને બિઝનેસમાં મદદ કરવા લાગ્યા. ટીના આજની તારીખમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના બિઝનેસને જુએ છે જ્યારે નીતા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશન સ્કુલના સંસ્થાપક અને ચેરપર્સન છે.

એટલું જ નહીં પણ ફોર્બ્સ દ્વારા એક સમયે નીતા અંબાણીની પસંદગી એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલા બિઝનેસ લીડર તરીકે કરવામાં આવી હતી અને ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના સદસ્ય બનનાર નીતા અંબાણી પહેલાં ભારતીય મહિલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button