આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં પ્રચંડ વિસ્ફોટમાં એક વ્યક્તિએ બંને પગ ગુમાવ્યા

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રિએક્ટરમાંથી ધાતુનો ટુકડો નીકળીને એક ઘર પર પડ્યો, જેમાં એક વ્યક્તિના બંને પગ કપાઈ ગયા હતા અને તેની પત્ની અને પુત્રીને ઈજા થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ બની હતી. ફાયર સર્વિસ ઓફિસર ભગવત સોનાવણેએ ઘટના વિશે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ખારવાઈ ગામમાં સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીના રિએક્ટરની રિસીવર ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી રિએક્ટર યુનિટમાં આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો :થાણેમાં યુવકનું અપહરણ કરી રોકડ લૂંટી: બે જણની ધરપકડ

ફાયર સર્વિસ ઓફિસરે જણાવ્યું હતું કે ધાતુનો ટુકડો વિસ્ફોટ સ્થળથી 300-400 મીટર દૂર ઉડીને ગામના એક ઘર પર પડ્યો હતો, જેનાથી ત્યાં રહેતા લોકોને ઈજા પહોંચી હતી. ઘટના બની ત્યારે પીડિતો સૂઈ રહ્યા હતા. ધાતુનો ટુકડો ઘરની છતને વીંધીને તેમના પર પડ્યો, જેમાં ઘરમાં રહેતા એક વ્યક્તિના બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને ટૂંક સમયમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા. આ વ્યક્તિની પુત્રીને પણ પગમાં ઈજા થઈ હતી અને તેની પત્નીને પણ ઈજા થઈ હતી. બંનેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button